આજે છડીમૂબારક પહોંચ્યા બાદ અમરનાથ યાત્રા પૂર્ણ જાહેર કરાશે

932

વાર્ષિક અમરનાથ યાત્રા આવતીકાલે ૨૬ ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થશે. છેલ્લા ૬૦  દિવસથી અમરનાથ યાત્રા ચાલી રહી હતી. આવતીકાલે છડી મુબારકની પૂજા બાદ યાત્રાને પૂર્ણ જાહેર કરવામાં આવશે. આવતીકાલે ૨૬મી ઓગષ્ટના દિવસે તીર્થ સ્થળમાં છડી મુબારક લાવવામાં આવનાર છે. ત્યારબાદ મંદિરમાં અંતિમ પુજાની સાથે યાત્રાને સત્તાવાર રીતે પૂર્ણ જાહેર કરવામા ંઆવનાર છે. આ વખતે અમરનાથ યાત્રા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે.  અમરનાથ યાત્રાના આજે છેલ્લા દિવસે કોઈપણ શ્રદ્ધાળુ બેઝ કેમ્પ ખાતે પહોંચ્યા ન હતા. ગઈકાલની ૧૩૭ શ્રદ્ધાળુઓની બેચને જમ્મુથી રવાના થયેલી છેલ્લી બેચ તરીકે જોવામાં આવે છે. યાત્રાને ખરાબ હવામાન અને કેટલાક તહેવાર દરમિયાન તેમજ બંધના કારણે સાવચેતીના પગલારૂપે કેટલીક વખત બંધ પણ રાખવામાં આવી હતી. જો કે આ વખતે રેકોર્ડ સંખ્યામાં શ્રદ્ધાળુઓ નોંધાઇ ગયા છે. તંત્રને પણ સફળતા માટે જવાબદાર ગણી શકાય છે. આજે શ્રદ્ધાળુઓની અંતિમ ટુકડી રવાના કરવામાં આવી હતી. બલતાલ અને પહેલગામ બન્ને રૂટ ખાતે હેલિકોપ્ટરની સેવા ઉપલબ્ધ હતી.ગયા વર્ષની તુલનામાં આ વખતે ઓછા શ્રદ્ધાળુઓ જુદી જુદી બિમારીના લીધે મૃત્યુ પામ્યા છે.૨૮મી જૂનના દિવસે અમરનાથયાત્રા શરૂ થયા બાદથી હજુ સુધી ૨૮૩૧૪૦થી વધુ શ્રદ્ધાળુઓ પવિત્ર ગુફામાં સ્થિત કુદરતી રીતે બનતા શિવલીંગના દર્શન કરી ચુક્યા છે.

આ અમરનાથ યાત્રા ૨૬મી ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના દિવસે પૂર્ણ થનાર છે. લાખો શ્રદ્ધાળુઓ  પહેલાથી દર્શન કરી ચુક્યા છે અને હજુ લાખો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉત્સુક બનેલા છે.

વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા આવી છે. રક્ષા બંધનના દિવસે આ યાત્રા પૂર્ણ થનાર છે. અમરનાથ યાત્રા ૬૦ દિવસ સુધી ચાલે છે જે દરમિયાન પહેલગામ અને બલતાલ રૂટ  મારફતે શ્રદ્ધાળુઓને અમરનાથ ગુફામાં દર્શન કરવા માટે આગળ વધવા માટે મંજુરી આપવામાં આવે છે. આ વખતે સાવચેતીના વધુ પગલા લેવામાં આવ્યા હતા. હવે છડી મુબારકને લઇને પણ ઉત્સુકતા પ્રવર્તી રહી છે. છડી મુબારક રક્ષા બંધનના દિવસે ગુફામાં પહોંચશે. ત્યારબાદ અમરના યાત્રાને પરંપરાગત રીતે પુજા કરવામાં આવ્યા બાદ પૂર્ણ જાહેર કરવામાં આવનાર છે.  આ વખતે  અમરનાથ યાત્રીઓને ટાર્ગેટ કરવામાં આવી શકે છે તેવા હેવાલ આવ્યા બાદથી ભારતીય સેના અને સુરક્ષા દળો સાવચેતીના વધારાના પગલા લઇ રહ્યા હતા. દર્શન કરનાર શ્રદ્ધાળુઓનો આંકડો સતત વધી રહ્યો છે. બરફથી બનતા શિવલિંગના દર્શન માટે આ વખતે વધુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચ્યા છે. જો કે, આ વર્ષે લિંગમ વહેલીતકે ઓગળી જવાની પ્રક્રિયા શરૂ થઇ છે. શ્રદ્ધાળુઓની સંખ્યા વધારે હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે.અમરનાથ યાત્રા પુર્ણાહુતિના આરે પહોંચી છે ત્યારે શ્રદ્ધાળુઓની સંખ્યા હવે ઘટી ગઇ છે.  વાર્ષિક અમરનાથ યાત્રા આ વખતે શાંતિપૂર્ણ રહી છે. સઘન સુરક્ષા અને સાવચેતીના તમામ પગલાના કારણે અમરનાથ યાત્રામાં આ વખતે કોઇ પણ અનિચ્છનીય બનાવ બન્યો નથી. ત્રાસવાદીઓ દ્વારા અમરનાથ શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. જો કે તેમને સફળતા મળી નથી. આ વખતે કેન્દ્ર સરકાર દ્વારા ખાસ કાળજી રાખવામાં આવી હતી. ગયા વર્ષે ગુજરાતી શ્રદ્ધાળુઓને ટાર્ગેટ બનાવીનહુમલો કરવામાં આવ્યો હતો. જેમાં મોટી ખુવારી થઇ હતી. જો કે હવે સાવચેતી વધારે છે. ૧૦ દિવસ સુધી ચાલનાર બુડ્ડા અમરનાથની યાત્રામાં હજુ સુધી ૭૦૦૦ શ્રદ્ધાળુઓ દર્શન કરી ચુક્યા છે. બીજી બાજુ વાર્ષિક અમરનાથ યાત્રા હવે પુર્ણ થવા જઇ રહી છે.  જુદા જુદા વાહનોમાં તમામ શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહ વચ્ચે  બુડ્ડા અમરનાથ માટે રવાના કરવામાં આવ્યા હતા.ગયા વર્ષે એટલે કે વર્ષ ૨૦૧૭માં અમરનાથ યાત્રા રક્તરંજિત બની હતી. ૪૮ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. જે પૈકી માર્ગ અકસ્માતમાં ૧૭ના અને ૧૦મી જુલાઇના દિવસે કરવામાં આવેલા ત્રાસવાદી હુમલામાં આઠ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. કુદરતી કારણોસર ૨૩ શ્રદ્ધાળુઓના મોત થયા હતા. શ્રદ્ધાળુઓને સુરક્ષા આપવા માટે સેના, સીઆરપીએફ, સશસ્ત્ર સીમા  બળ, ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસ અને રાજ્ય પોલીસના ૩૫૦૦૦ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. અમરનાથ યાત્રા બે રૂટ પરથી આગળ વધી રહી હતી. જે પૈકી એક પહેલગામ બેઝ કેમ્પથી ૪૬ કિલોમીટરમાઉન્ટેન ટ્રેકથી જારી હતી. અન્ય બલતાલ બેઝ કેમ્પથી ૧૪ કિલોમીટર લાંબા ટ્રેક મારફતે પણ યાત્રા જારી હતી.

Previous articleજનતાના આશિર્વાદથી ફરીથી મુખ્યમંત્રી બનશે : સિદ્ધારમૈયા
Next articleઆરસીબીના મુખ્ય કોચ ડેનિયલ વેટ્ટોરીની હકાલપટ્ટી