૩ વર્ષથી પ્રોહીબીશનનો વોન્ટેડ આરોપી ઝડપાયો

971

ભાવનગર રેન્જના આઇ.જી.પી.એ ભાવનગર રેન્જના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ખાસ ડ્રાઇવનુ આયોજન કરેલ હોય જેના અનુસંધાને ભાવનગર જીલ્લામાં તથા બહારના જીલ્લામાં ગુન્હો કર્યા બાદ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલે ખાસ ઝુંબેસ હાથ ધરેલ અને તેના ભાગ રૂપે આજરોજ એસ.ઓ.જી. શાખાના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન ઉપવાસ અંગે બંદોબસ્ત પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના યોગેન્દ્રસિંહ ગોહીલ તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાને મળેલ બાતમી આધારે નિલમાબાગ પો.સ્ટે.ના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી મોહસીનમીયા લીયાકતઅલી મલીક ઉ.વ.૨૯ રહેવાસી પેટલાદ, ઝંડા બજાર તા. પેટલાદ જી. આણંદ વાળાને ભાવનગર, એસ.ટી. સ્ટેન્ડ, પ્લેટફોર્મ નંબર-૨ પાસેથી ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે. આ કામગીરીમાં યોગેન્દ્રસિંહ ગોહીલ, જગદીશભાઇ મારૂ, સોહીલભાઇ ચોકીયા, નિતીનભાઇ ખટાણા, ડ્રાઇવર પરેશભાઇ પટેલ જોડાયા હતા.

Previous articleમહાપાલિકા દ્વારા વૃક્ષારોપણ 
Next articleરાજુલા પોસ્ટ ઓફિસમાં લાગી રહેલી લાંબી કતારો