બ્રહ્મકુમારી બહેનોએ કેદીઓને રાખડી બાંધી

1385

રક્ષાબંધનના તહેવાર નિમિત્તે, ભાવનગર જિલ્લા જેલઅ ધીક્ષકજે.આર.તરલ, ઈન્સ્પેકટર આર.જી. ચૌધરી, તથા બ્રહ્માકુમારીઝ સંસ્થા અને વેદાંત સંસ્થાના બહેનો દ્વારા જેલના કેદી ભાઈ-બહેનોને રક્ષા બંધન કરવામાં આવેલ.

પ્રારંભમાં પ્રભુ પ્રાર્થના અને પ્રાસંગિક ઉદ્દબોધન બ્રહ્માકુમારી મુકેશ જોષીએ કરેલ, બ્રહ્માકુમારી નમ્રતાબહેને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કેદી ભાઈઓને જણાવેલ કે, આત્માની અંદર રહેલ પાંચ વિકારો, દુર્ગુણો, વ્યસનોની જાળમાંથી મુકત થવા ધર્મનીબ હેન આજે રક્ષા બાંધવા આવેલ છે.

આ પ્રસંગે રાજયોગ ટીચર કૃપાબહેને સકારાત્મકતા ધારણ કરવા અને નકારાત્મકતા દુર કરવા સર્વ કેદી ભાઈઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કાર્યક્રમમાં જેઆર.તરલએ નિસ્વાર્થ નિસ્કામ ભાવે, વિશ્વબંધુત્વની ભાવના રાખવા બદલ, બ્રહ્માકુમારીઝ સંસ્થાનો અભાાર વ્યકત કર્યો હતો.

અંતે બહેનોએ તિલક, રક્ષાસુત્ર અને મો મીઠુ કરાવેલ. કેદીઓને પોતાની બહેન દુર હોય તેમની યાદથી હૃદયસ્પર્શી – સંવેદનાવાળા દ્રષ્યો ખડા થયા હતાં.

ગુજરાત સરકારના ગૃહ વીભાગ દ્વારા આપવામાં આવેલ રક્ષાબંધનના સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમારી મુકેશભાઈએ કરેલ હતું.

Previous articleચક્ષુદાન અંગે જાગૃતિ લાવવા રેલી નિકળી
Next articleસ્વ. અટલજીને વિવિધ પક્ષના આગેવાનોએ શ્રધ્ધાંજલિ પાઠવી