ચીનની હોટેલમાં આગ લાગતાં ૧૮ લોકો જીવતા ભડથુ

735

પૂર્વોત્તર ચીનના હેઈલોંગજિયાંગ વિસ્તારની એક હોટલમાં આગ લાગવાથી શનિવારે લગભગ ૧૮ લોકોના મોત નિપજ્યા છે. ગ્લોબલ ટાઈમ્સના સમાચાર અનુસાર જણાવ્યું છે કે, શહેરના સોંગબોઈ જીલ્લામાં હોટ સ્પ્રિંગ હોટલમાં આગી લાગી છે.

આગ લાગ્યા બાદ તૂરંત બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું. આગ લાગવા પાછળનું કારણ હજુ સ્પષ્ટ રીતે બહાર આવ્યું નથી.સરકારી એજન્સિ શિન્હુઆના રિપોર્ટ અનુસાર, સ્થાનિક સમય અનુસાર રાત્રે લગભગ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો.

Previous articleઆજે રક્ષાબંધનના પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી થશે
Next articleપાક. સાથે સૈન્ય અભ્યાસ કરશે ભારતીય સેના,  રશિયા મોકલ્યા જવાનો