નેવી માટે ૧૧૧ હેલિકોપ્ટરોની ૨૧ હજાર કરોડની ડિલ

1085

સંરક્ષણ મંત્રાલયે આર્મી અને નેવી માટે મોટી ખરીદી કરવાને આજે લીલઝંડી આપી હતી. આમાં નૌકાસેના માટે ૧૧૧ હેલિકોપ્ટરો અને આશરે ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ હેલિકોપ્ટર સોદાબાજી પર આશરે ૨૧ હજાર કરોડોનો ખર્ચ કરવામાં આવશે. સેના માટે ચીજવસ્તુઓની ખરીદી માટે ઝડપથી મંજુરી મળી રહી છે. કુલ ૪૬ હજાર કરોડ રૂપિયાની ખરીદી કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દેવામાં આવી છે. જેમાં હેલિકોપ્ટર સોદાબાજી પણ સામેલ છે. ડિફેન્સ પ્રાપ્તિ કાઉન્સીલની હાલમાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. સંરક્ષણ મંત્રાલયની સર્વોચ્ચ નિર્ણય લેતી સમિતિ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યા બાદ આ અંગે જાણ કરવામાં આવી છે. સંરક્ષણ અધિગ્રહણ પરિષદ (ડીએસી)ની હાલમાં બેઠક યોજાઈ હતી.

એક સિનિયર અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે ડીએસીએ ૧૧૧ હેલિકોપ્ટરોની ખરીદીને મંજુરી આપી છે. જેમાં ૨૧ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. અધિકારીનું કહેવું છે કે ડીએસી દ્વારા કેટલીક અન્ય ખરીદીના પ્રસ્તાવને પણ મંજુરી આપી છે. જેના ઉપર લગભગ ૨૪૮૭૯ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.

આમાં આર્મી માટે ૧૫૫ એમએમ વાળી ૧૫૦ આર્ટીલરી ગન સિસ્ટમનો સમાવેશ થાય છે. સ્વદેશમાં જ ડિઝાઈન વિકસિત કરવામાં આવશે. આના ઉપર ૩૩૬૪ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે. પડોશી દેશો સાથે ચાલી રહેલી ખેંચતાણ અને ચીન દ્વારા સરહદ ઉપર વારંવાર દુઃસાહસ કરવાના નિર્ણય વચ્ચે આ ખરીદીને લીલીઝંડી આપવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતીય સેના અને નૌકાસેનાની તાકાતમાં અનેકગણો વધારો થશે. ચીની સૈનિકો હાલના વર્ષોમાં જુદા જુદા બહાના કરીને ભારતીય ક્ષેત્રમાં સરહદ ઉપર ઘુસણખોરી કરતા રહ્યા છે.

Previous articleહવે રામલીલા મેદાનનું નામ બદલવા મુદ્દે મોદી કેજરીવાલના  પર પ્રહાર
Next articleતજિન્દરપાલને શોટપૂટમાં ગોલ્ડ : નવો રેકોર્ડ સર્જાયો