તજિન્દરપાલને શોટપૂટમાં ગોલ્ડ : નવો રેકોર્ડ સર્જાયો

0
516

૧૮મી એશિયન ગેમ્સના સાતમાં દિવસે ભારતના તજિંદરપાલસિંહ તૂરે પુરૂષોના શોટપૂટ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જ્યો હતો. આજે જાકાર્તામાં તૂરે પોતાના પાંચમાં પ્રયાસમાં ૨૦.૭૫ મીટર ગોળો ફેંકીને ભારત માટે આ એશિયન ગેમ્સમાં સાતમો સુવર્ણ ચંદ્રક જીતવામાં સફળતા મેળવી હતી. તૂરનો આ પ્રયાસ એશિયન ગેમ્સમાં પણ એક નવો રેકોર્ડ થયો છે. તૂરે ઓમપ્રકાશ કરહાનાના નામ ઉપર રહેલા ૨૦.૬૯ મીટરના છ વર્ષ જૂના રેકોર્ડને તોડવામાં સફળતા મેળવી હતી. તજિંદરપાલસિંહ મેદાનમાં સૌથી શક્તિશાળી દાવેદાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા અને અપેક્ષા મુજબ જ જોરદાર દેખાવ કર્યો હતો.

વર્તમાન સત્રમાં સર્વશ્રેષ્ઠ દેખાવ કરવાનો રેકોર્ડ તેમના નામ ઉપર જ છે. આ પહેલા તૂરનો વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦.૨૪ મીટરનો હતો જે ગયા વર્ષે હાંસલ કરવામાં આવ્યો હતો. ચીનના લીયુયેંગને સીલ્વર મેડલ મળ્યો હતો. એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ જારી રહ્યો છે. તૂર હાલમાં એશિયામાં પ્રથમ નંબરના શોટ પૂટર છે. આ પહેલા આજે સાતમાં દિવસે ભારતને સ્કવોશમાં ત્રણ બ્રોન્ઝ મેડલ મળ્યા હતા. દિપીકા પલ્લીકલ અને જોશના ચિનપ્પાએ મહિલાઓના સિંગલ્સ મુકાબલાને સેમિફાઈનલમાં હાર બાદ બ્રોન્ઝ મેડલથી સંતોષ માન્યા હતા. જ્યારે સૌરભે પુરૂષોની સિંગલ્સમાં બ્રોન્ઝ જીતવામાં સફળતા મેળવી હતી. અગાઉ ભારત માટે એશિયન ગેમ્સમાં શુક્રવારનો દિવસ પણ ખુબ શાનદાર રહ્યો હતો. છઠ્ઠા દિવસે ભારતે જોરદાર સપાટો બોલાવીને બે ગોલ્ડ મેડલ અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતી લીધા હતા. જો કે, ભારત જેમાં સંપૂર્ણપણે પ્રભુત્વ ધરાવે છે,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here