બહેનનો સંકલ્પ એક રક્ષાબંધનની સાર્થકતા

0
1813

‌રક્ષાબંધન ખુબ જ પવિત્ર અને ધાર્મિક તહેવારોમાં ઉચ્ચકોટીનું સ્થાન ધરાવે છે. ભારતીય પરંપરા મુબજ આ તહેવાર ખુબ જ મહત્વનો છે. રક્ષાબંધનની રાખડીમાં ભાઈની રક્ષાની તાકાત રહેલી છે. મારા ભઈલાનું ધન્ય થાઓ આવી ભાવના વાળીબ હેનના હાથ વડે ભાઈના હાથ પર બંધાતી રક્ષાએ ખરેખર કોઈપણ મુશ્કેલીમાં આપણને એક રક્ષા સમાન સાબિત થાય છે.

રક્ષાબંધનની સવરને યાદ કરીએ એટલે એક પ્રેમાળ વાતાવરણ જોવા મળે છે. રક્ષાની જરૂર ભાઈને હોય છતાં સૌથી પહેલા બહેન જાગી જાય છે. અને એટલા ઉત્સાહમાં હોય છે કે એમને કોઈ પુછે કેમ તું આજે વધારે ખુશ છે ? જવાબ એમ જ આવે કે આજે રક્ષાબંધન છે. આજે મારા ભઈલાને રાખડી બાંધવી છે. બીજાની રક્ષા એ જ કરી શકે જેનામાં ત્યાગ વૃત્તિ હોય છે અને બહેનએ ત્યાગની સૌથી મોટી આદર્શ ચિતરાવણી છે. બહેનના હેતને ઠાલવાનું ઠકાણું એટલે રક્ષાબંધન. પૌરાણિક કથા કંઈક ખુબ જ મૂલ્યપુર્ણ છે. પણ આજના સમયમાં પણ બહેનનો એક સંકલ્પ ભાઈની રક્ષા કરી શકે છે.

મે કયાંક જોયેલું કે ઘણા ભાઈઓના ભણતર-શિક્ષણ માટે ખુદ પોતાના ભણતરને ત્યાગ કરી શાળા પુરી થાય એટલે ઘરના દરવાજે ભાઈની રાહ જુએ છે. વાત નાની છે પણ ભાઈ પ્રત્યેના બહેનના પ્રેમ માટે ઘણી સાર્થ્ક છે. આપણી સમસ્યાના કે આપણા પિતાના ડરમાંથી મુકત થવા માટે બહેન મધ્યસ્થી બને છે.

બહેન દ્વારા ભાઈના હાથમાં બાંધવામાં આવતી રાખડી એ સમગ્ર તિર્થધામોની પ્રસાદી કરતા પવિત્ર છે. ભાઈ-બહેનની  પ્રેમાળ સ્વીકૃતિ એટલેબ હેનની સંકલ્પ શક્તિ દ્વારા બંધાયેલ રાખડી કયારેક આપણે બધા અનુભવીએ છીએ કે ઘરમાં બધુ જ જમવાનું ખાલી થઈ ગયું છે. આપણને પણ ખબર છે. છતાં આપણને રાત્રે ૧ર વાગે બહારથી આવીએ ત્યારે મળે છે કેમે ? કારણ કે મારો ભઈલો બાકી છે ? આવું વિચારી આપણી બહેને આપણી માટે જમવાનું ઢાંકીને મુકયું હોય છે. આમ વાતનો તાત્પર્ય છે કે ભાઈની દિલથી ચિંતા કે તે બહેન. બહેનના શ્વાસેશ્વાસમાં ભઈલા માટે પ્રેમ ગુંથાતો હોય છે.  નારી એ સાક્ષાત જગદંબા સ્વરૂપ છે. જેમાં પણ પાર્વતી કે સરસ્વતી રૂપે જો કોઈ સૌમ્ય સ્વરૂપ હોય તો એ બહને છે. રક્ષાબંનના દિવસે જયારે બહેન રાખડી બાંધે ત્યારે બહેનની પણ થોડીક કાળજી લઈ એમની રાખડીને યોગ્ય પ્રેમાળ મુલ્ય આવું એ આજના ભાઈઓની ફરજ છે.  બહેનને ભાઈઓ કેવું મુલ્ય આપી શકે ? એમનું શિક્ષણ કયારેય અટકે નહિ તેની કાળજી લેવી જોઈએ. હું લાચાર છું મારે તો ધરકામ જ કરવાનું આવો વિચાર કયારેય બહેનના મનમાં ન આવવા દેવો. વિશ્વની શ્રેષ્ઠ સ્ત્રી બને તેમજ તેમને જે ક્ષેત્રમાં આગળ વધવુ તેની અનુકુળતા કરી દેવી જોઈએ. અંતે એવો પતિ શોધી દેવો જે તેનું સન્માન કરે અને સ્વાભિમાન જળવાય રહે તે જરૂરી છે.

આમ આ પાવન પર્વ પર તમામ ત્ય્ગની કરૂણામયી મુર્તિ બહેનોને કોટી…કોટી… વંદન…

– નિકુંજ પંડિત

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here