૭ વર્ષની બાળાપર ઢગાએ દુષ્કર્મ આચર્યુ

952

ભાવનગર શહેરમાં આજરોજ અતી શરમજનક ઘટનાં સામે આવી છે જેમાં ૬ વર્ષ ૧૧ માસની માસુમ બાળા પર પાડોશમાં રહેતા કુટુબી મામાએ દુષ્કર્મ આચર્યુ છે બનાવ અંગે પોલીસે વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બનાવની મળતી વિગત મુજબ શહેરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતો શ્રમીક પરિવારની મહિલાએ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ આપી છે કે ગત તા.૨૦ના રોજ તેના પતીને માનસિક બીમારી હોય તેને લઈને સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ગયા હતા ત્યારે તેના પાડોશમાં રહેતા જેઠાણીનાં ભાઈ અબુતાલીમ નુરમીયા વાહેદ જે એકલો રહે છે તેના ઘરે નાની દીકરી જેની ઉંમર ૬ વર્ષ અને ૧૧ માસ છે તે ટીવી જોવા ગઈ હતી ત્યારે કહેવાતા કુટુંબી મામાએ માસુમ બાળા સાથે બે થી ત્રણ વખત દુષ્કર્મ આચર્યુ હતું બાદ બાળાને ગુપ્તાંગના ભાગે દુખાવો થતાં તેણીએ તેની માતાને જાણ કરતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો અને આરોપી અબુતાલીમ નુરમીયા વાહેદે માસુમ બાળાને કોઈને કહીશ તો મારી નાખવાની ધમકી આપી હતી બનાવ અંગે બોરતળાવ પોલીસે ઢગા વિરૂધ્ધ વિવિધ કલમો મુજબ ગુનો નોંધી વધુ તપાસ પી.આઈ રાવલે હાથ ધરી છે. માસુમ બાળા પર દુષ્કર્મની ઘટના સામે આવતાં કહેવાતા કુટુંબી મામા પર ચોેમેરથી ફીટકાર વર્ષી રહી છે.

Previous articleબે બાઈકનો સામ-સામી અકસ્માત માતા-પીતાની નજર સામે પુત્રનું મોત
Next articleજિલ્લાજેલમાં રક્ષાબંધનની ઉજવણી