મીશા અત્યારે પ્લે સ્કૂલમાં છે તેને ત્યાં જ રહેવા દો : શાહિદ કપૂર

2229

શાહિદ કપૂર અને મીરા રાજપૂતની દીકરી મીશા બૉલિવુડના કેટલાંક સૌથી પોપ્યુલર સ્ટારકિડ્‌સમાંથી એક છે. એકટર શાહિદ અને મીરા બંને મીશાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતાં રહે છે અને કેટલાંય ફેન્સ તો તેના ફેન પેજ પણ બનાવી ચૂકયા છે. તાજેતરમાં જયારે શાહિદને પૂછવામાં આવ્યું કે શું તમે ઇચ્છશો કે મીશા રેમ્પ પર વૉક કરતાં દેખાય?આ પ્રશ્ન પર શાહિદ થોડીક વાર માટે ચુપ થઇ ગયો અને પછી પૂછયું, ‘ખરેખર? શું ખરેખર તમે ઇચ્છો છો કે હું આ પ્રશ્નનો જવાબ આપું? તમે જાણો છો ને કે તે કેટલી નાની છે? તમારા વાળ જયારે સફેદ થઇ ચૂકયા હશે અને મારા મોં માં થોડાંક જ દાંત બચ્યા હશે ત્યારે આપણે આ અંગે ફરીથી વાત કરીશું.’ શાહિદે કહ્યું કે અત્યારે તે પ્લે સ્કૂલમાં ખુશ છે અને તેને ત્યાં જ રહેવા દેવી જોઇએ. ઉલ્લેખનીય છે કે શાહિદ અને મીરા ટૂંક સમયમાં જ બીજા બાળકના માતા-પિતા બનવાના છે. મીરા અત્યારે પ્રેગનન્ટ છે અને તાજેતરમાં જ શાહિદ તેણે પીવીઆરની બહાર લાવતો દેખાયો હતો.

Previous articleરાજુલાના ગાંધી મંદિર ખાતે સર્વપક્ષીય આગેવાનોએ અટલજીને શ્રધ્ધાંજલી અર્પી
Next articleબોરતળાવ મફતનગરમાંથી ચાર જુગારીને SOGએ ઝડપ્યા