લાકડીયા પુલ, દરિયે મેળો ભરાયો

1264

રક્ષાબંધનનાં તહેવારો નિમિત્તે ભાવનગર શહેરમાં સાંજના સમયે જુના બંદર દરિયે મેળો ભરાય છે. તેના ભાગરૂપે આજે સાંજના દરિયે તેમજ લાકડીયા પુલ ખાતે લોક મેળા યોજાયા હતા જેમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો પરંપરાગત ભરાતા લોકમેળામાં ખાણીપીણીની લારીઓ ઉપરાંત રમકડાનાં સ્ટોલ તથા ચકડોળ સહિતનો જમાવડો રહ્યો હતો અને લોકોએ મેળાની મજા માણી હતી તો સિંધી સમાજ સહિત અનેક સમાજનાં લોકોએ આજે પૂનમ નિમિત્તે દરિયા દેવનું પૂજન-અર્ચન કર્યુ હતુ. આમ રક્ષાબંધનનાં દિવસે જુના બંદર ખાતે યોજાયેલા પરંપરાગત લોકમેળાને લોકોએ માણ્યો હતો.

Previous articleરાબ્તા સ્ટાર્સ ક્રીતિ સેનન-સુશાંત રાજપૂતના પ્રેમપ્રકરણનો અંત
Next articleભુદેવોએ સામુહીક યજ્ઞોપવિત બદલાવી