રાબ્તા સ્ટાર્સ ક્રીતિ સેનન-સુશાંત રાજપૂતના પ્રેમપ્રકરણનો અંત

1256

કૃતિ સેનન અને સુશાંત સિંહ રાજપુતના અફેરની ચર્ચાઓ શરૂ થયાને હજુ થોડો જ સમય થયો છે કે તેવામાં હવે તેમના બ્રેકઅપની ખબરો આવી રહી છે.

એક અહેવાલ અનુસાર કૃતિ અને સુશાંત હવે અલગ થઇ ગયાં છે. કૃતિ આ અફેરને આગળ વધારવાના મૂડમાં નથી અને તેના જ કારણે તેણે આ સંબંધનો અંત આણ્યો છે. ઉલ્લેખનીય છે કે તેમના અફેરની ચર્ચા રાબ્તા ફિલ્મનાં શુટિંગ દરમિયાનથી થઇ રહી છે.

બીજી બાજુ તે અફવાઓ પણ છે કે બંને વચ્ચે સમાધાન થવાની શક્યતા પણ છે. આ ઉપરાંત તે પણ જાણવા મળી રહ્યું છે કે હાલ તેમણે પોતાના રિલેશનશીપમાંથી બ્રેક લીધો છે. બંને પોતાના કામમાં વ્યસ્ત છે.

અંકિતા લોખંડે સાથે લાંબો સમય રિલેશનશીપમાં રહ્યાં બાદ સુશાંત સિંહ રાજપૂત કૃતિ સેનન સાથે રિલેશનશિપમાં હતો. બંનેની જોડી લોકોને ખૂબ ગમી રહી હતી. તેમણે ફિલ્મ ‘રાબ્તા’માં સાથે કામ કર્યું હતું. હવે જાણવા મળી રહ્યું છે કે, બંનેએ પોતાના આ સંબંધ પણ પૂર્ણવિરામ મૂકી દીધું છે. આ સંબંધને કૃતિએ કોઈ કારણ આપ્યા વિના પૂરો કર્યો છે. બિઝી શિડ્યુલને કારણે એક બીજાને સમય નહીં આપી શકતા તેઓ અલગ થયા છે.

ઉલ્લેખનીય છે કે સુશાંત ‘દ્ભૈડૈી છેિ સ્ટ્ઠહહઅ’ માં અને કૃતિ  ‘ન્ેાટ્ઠ ઝ્રરેૈ’ના શુટિંગમાં વ્યસ્ત છે. આ ઉપરાંત બંને પાસે અન્ય ફિલ્મો પણ છે. ઘણા બોલીવુડ સ્ટાર્સે પૂર પીડિતો માટે મદદ કરવા અપીલ કરી છે. આ વચ્ચે બોલીવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતે એક એવું કામ કર્યું છે જે જાણીને તમે તેના ફેન થઈ જશો. સુશાંત સિંહે એક ઇન્સ્ટાગ્રામ યૂઝરનાં કહેવા પર ૧ કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાં તેની દરિયાદિલી દેખાઈ છે.

Previous articleઅભિનેતા પરેશ રાવલ કરશે વડાપ્રધાન મોદીનું પાત્ર…!!?
Next articleલાકડીયા પુલ, દરિયે મેળો ભરાયો