ત્રીજી ટેસ્ટ જીત્યા બાદ પ્રેક્ટિસ છોડી મોજ મસ્તીના મૂડમાં ટીમ ઈન્ડિયા

0
742

ઈંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટની સીરિઝમાં ત્રીજી ટેસ્ટ જિત્યા પછી પણ હજી ભારતીય ટીમ ઘરેલુ ટીમ સામે ૨-૧થી પાછળ છે.આમ છતા ભારતીય ખેલાડીઓ નોટિંગહામ ટેસ્ટમાં જીત બાદ આરામના મૂડમાં આવી ગયા છે.

ચોથી ટેસ્ટ ૩૦ ઓગસ્ટથી શરુ થવાની છે પણ ભારતીય ખેલાડીઓ પ્રેક્ટિસ કરવાની જગ્યાએ હરવા ફરવામાં પડયા છે. કેટલાક ખેલાડીઓ ફૂટબોલના સ્ટાર પ્લેયર્સ સાથે મુલાકાત કરી રહ્યા છે.કે એલ રાહુલે ફ્રાન્સના ચે્‌મ્પિયન ફૂટબોલર કાન્તે સાથેનો ફોટો શેર કર્યો છે.

કેટલાક ખેલાડીઓ ઈંગ્લીશ પ્રીમીયર લીગ જોવા માટે પણ જવાના મૂડમાં છે. ટીમ ઈન્ડિયાના ક્રિકેટરોને ફૂટબોલ પસંદ છે અને પ્રેકિટ્‌સમાં પણ ખેલાડીઓ ફૂટબોલ રમતા હોય છે.

ઉલ્લેખનીય છે કે પહેલી અને બીજી ટેસ્ટમાં ભારતની હાર થઈ ત્યારે કેટલાક એક્સપર્ટે ખેલાડીઓની પ્રેકિટસ ઓછી અને મોજ મસ્તી વધારેની નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.જોકે ત્રીજી ટેસ્ટ બાદ ફરી એવુ લાગે છે કે ખેલાડીઓ એક જીતથી સંતુષ્ટ થઈને મોજ મસ્તીના મૂડમાં આવી ગયા છે.જે કદાચ તેમને ચોથી ટેસ્ટમાં ભારે ના પડી જાય.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here