તા.૨૦-૦૮-ર૦૧૮ થી ૨૬-૦૮-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક  રાશી ભવિષ્ય

1480

મેષ (અ.લ.ઈ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ યથાવત શ્રાવણ માસના તહેવારોની ઉજવણી રાશીપતી મંગળ અને સુર્ય ગ્રહના આર્શીવાદથી શક્ય બનશે તેમ છતા હજુ રાહુગ્રહનો બંધનયોગ યથાવત જ અશુભ ફલ પણ આપે છે. તેથી અચાનક સફળતાના યોગ નથી પણ ધીમીગતીએ સફળતા મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોનુ નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જિવનથી લાભ રહેસે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે બુધવારના વ્રત અને ઈષ્ટદેવનૂ પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

વૃષભ (બ.વ.ઉ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ સુર્ય શનીનો બંધનયોગ અને રાશીપતી શુક્રનુ નિચરાશીમાં અશુભ ભ્રમણ નિરાશા નિષ્ફળતા અને નિર્બળ આત્મવિશ્વાસ આપે છે. તેથી વધુ મહેનતે થોડી સફળતા મળવાના યોગ છે. ધાર્મિક ભાવના કેળવવાથી સંતોષ જરૂર મળશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહીસીક્કાની બાબતોમા ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

મિથુન (ક.છ.ઘ)

મિત્રોે આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ દિન પ્રતિદીન કાર્ય સફળતાના યોગ મળી રહ્યા છે. માત્ર વાણી વર્તન અને વ્યવહારમા નમ્રતા કેળવવી જરૂરી છે નવાકાર્યોની શરૂઆત માટે પણ સમય શુભ રહેશે નવા પરિચયો લાભદાયી પૂરવાર થશે તેમ છતા વધુ પડતો આત્મવિશ્વાસ નુકશાની આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો યથાવત રહેશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે બુધવારના વ્રત અને ઈષ્ટદેવનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

કર્ક (ડ.હ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનો વરતારો ધનસ્થાનમાં સ્વગ્રહી સુર્ય અને રોગશત્રુ સ્થાનમાં શનીગ્રહનું ભ્રમણ ગમે તેવા રોગ સત્રુ સામે વિજય અપાવી શકે છે. માત્ર કાલ્પનીક ભય અને વિચારોની નિર્બળતા નિષ્ફળતા અને નિરાશા આપી શકે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે માતાનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી સહકાર મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.

સિંહ (મ.ટ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આત્મવિશ્વાસમાં વૃદ્ધી આપે છે તેથી કપરા કાર્યો પણ સરળ બની શકે છે માત્ર મહત્વના નિર્ણયો અને કાર્યો સ્વહસ્તે જ પૂર્ણ કરવા જરૂરી છે. પરાવલંબી બનવાથી નિષ્ફળતા મળી શકે છે. સમય શક્તિનો સદઉપયોગ કરી લેશો મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પતત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવન જળવાઈ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુ ભગવાનનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતીકારક સમય રહેશે.

કન્યા (પ.ઠ.ણ)

મિત્ર આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને સૂર્ય ગ્રહનો બંધનયોગ દરેક કાર્યોમા અડચણો આપી શકે છે. તેમ છતા રાહુગ્રહનું લાભ સ્થાનનું ભ્રમણ અચાનક કાર્યો સફળતા આપી શકે છે.માત્ર સંતોષી નર સદા સુખી તે યાદ રાખવુ મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અન્યના ભરોસે ન રહેવું જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક ખર્ચ વધી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સૂર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

તુલા (ર.ત.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ માત્ર મંગળ કેતુ ગ્રહનો બંધનયોગ અશુભફળ આપે છે તેથી ભુતકાળનો ત્યાગ કરીેન વર્તમાનનો સ્વીકાર કરશો તો દરેક કાર્યોમાં સફળતા આપની બની રહેશે નવા કાર્યોની શરૂઆત પણ પ્રતિષ્ઠા સાથે સફળતા આપી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હજુ ધીરજ ધરવી જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોની સલાહ લાભદાયી રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે ભાઈ ભાડુનુ આરોગ્ય ચિંતા આપી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહશે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગણપતીનું પૂજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય મળી શકે છે.

વૃશ્ચિક (ન.ય)

મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ રાશીપતી મંગળગ્રહનું ઉચ્ચનું શુભ ભ્રમણ અને કર્મસ્થાનમાં સ્વગ્રહી સુર્યગ્રહનું ભ્રમણ ઘણા સમય પછી અપેક્ષા અને ફળીભુત થતા જોઈ શકશો માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે આપના માટે શનિવારના વ્રત અને ગુરૂ ગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થીઓ માટે સાનુકુળ સમય રહેશે.

ધન (ભ.ફ.ધ.ઢ)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિ રાહુ અને બુધગ્રહના અશુભ બંધનયોગના કપરા સમયમા પણ ભાગ્યસ્થાનમાં સૂર્યગ્રહનુ ભ્રમણ ઘણા સમય પછી જીવનમાં પ્રકાશનો ઉદય મળતો જોઈ શકશો તેથી સમય સંજોગોને ભુલીને કાર્યોમા એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મલશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપના માટે આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી સહકાર મળશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મલશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના અને શિવઉપાસના કરવાથી લાભ રહેશે.

મકર (ખ.જ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર મંગળ કેતુનો અંગાર યોગ શની સૂર્યનો બંધનયોગ આર્થિક માનસીક અને શારિરીક ત્રણેય રીતે સાચવવાનું સૂચવે છે. નવા કાર્યો માટે સમય વર્જીત નથી માટે જે છે તે સાચવવા માજ લાભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહી સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવુ પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા માગી લેશે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં ખર્ચ મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને સુંદરકાંડન પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.

કુંભ (ગ.શ.સ.)

મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ મંગળ કેતુનો અશુભ બંધન યોગ જન્મના ચંદ્રથી વ્યયસ્થાનમા મળી રહ્યો છે તો પણ કાર્યોમાં સફળતા મળી શકે છે. માત્ર વધુ પડતો આત્મવિશ્વાસ અને ખરાબ સંગતોથી નિષ્ફળતા અને નિરાશા મળી શકે છે. તેથી ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમા અડચણો મળી શકે છે. પત્ની બાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમા આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને ગણપતીના મંત્ર પૂજન કરવાથી લાભ રહેશે.  બહેનો અને વિદ્યાર્થીઓ માટે મિશ્રફળદાયી સમય રહેશે.

મીન (દ.ચ.ઝ.થ.)

મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસિક અને શારિરીક ત્રણેય રીતે શુભ ફળ આપે છે શ્રાવણ માસના દરેક તહેવારોની મજા માણી શકશો માત્ર દરેકનું સ્વમાન જાળવવાનું જરૂરી છે. કારણ કે ગુરૂગ્રહનો બંધનયોગ નમ્રતાથી દુર કરી શકે છે.

મિલ્કત અને અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતી અને જાહેર જીવનથી લાભ રહેશે કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને વિદેશથી શુભ ફળ મળશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.

જીતુભાઈ સોની

Previous articleલાઠીમાં સમુહ યજ્ઞોપવિત ધારણ કરાઈ
Next articleત્રીજી ટેસ્ટ જીત્યા બાદ પ્રેક્ટિસ છોડી મોજ મસ્તીના મૂડમાં ટીમ ઈન્ડિયા