નવા બોલથી બોલિંગ કરવા માટે બુમરાહ યોગ્ય નથી : માઈકલ હોલ્ડિંગ

0
663

ઈજા બાદ ભારતીય સ્પિનર બોલર જસપ્રિત બુમરાહએ શાનદાર વાપસી કરી છે અને નોટિંગમમાં, તેમણે બીજી વખત ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વિકેટ લીધી છે. જસપ્રિત બુમરાહએ આ મેચમાં મહત્વનો ફાળો આપ્યો હતો અને બીજી ઈનિંગ્સમાં તેણે ૮૫ રનમાં ૫ વિકેટ લીધી હતી. પરંતુ વેસ્ટઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ બોલર માઇકલ હોલ્ડિંગએ બુમરાહની બોલિંગને લઇ સવાલો ઉભા કરી દીધા છે. હોલ્ડિંગ અનુસાર બુમરાહ અત્યાર સુધીમાં ટેસ્ટ મેચમાં શરૂઆત કરનાર બોલર બન્યો નથી.

મીડિયા સાથે વાતચીતમાં હોલ્ડિંગે કહ્યું કે,’હું હજુ પણ જસપ્રીત બુમરાગ પાસે બોલિંગ ન કરાવું. આ માટે ઇશાંત શર્મા અને મોહમ્મદ સમી યોગ્ય વિકલ્પ છે.’

તેમણે કહ્યું,’સમી ઇને ઇશાંત નવા બોલ સાથે વધારે પ્રભાવશાળી સાબિત થાય છે અને આ માટે ભુવનેશ્વર કુમારની ગેરહાજરીમા આ બંન્ને બોલરો પાસાથી જ બોલિંગ કરાવી જોઇએ. જસપ્રીત બુમરાહ જૂના બોલથી વધારે ખતરનાક સાબિત થઇ શકે છે.’

હોલ્ડિંગથી ઉલટ ઇંગ્લેન્ડના બેટ્‌સમેન જોસ બટલરે કહ્યું હતું કે, બુમરાહની બોલિંગ એક્શન તેણે બીજાથી અલગ બનાવે છે. બટલરે કહ્યું,’તે ખુબ જ પ્રભાવશાળી બોલર છે તેની એક્શન ખાસ છે અને તેથી તે ખુબ જ વધારે ઝડપ પ્રાપ્ત કરે છે. તે એક એવો બોલર છે જે તમારી સામે અલગ પ્રકારનો પડકાર ફેંકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here