વોરેન બફેટ પેટીએમ સાથે કરી શકે છે ભાગીદારી, ભારતમાં હશે પહેલું રોકાણ

1191

દુનિયાના સૌથી મોટા ઈન્વેસ્ટર્સમાંથી એક વોરેન બફેટની બર્કશાયર હૈથવે ભારતની મોબાઈલ વોલેટ કંપની પેટીએમની પેરેંટ ફર્મ વન૯૭ કમ્યુનિકેશન્સમાં ભાગીદારી ખરીદી શકે છે. જો આવું થાય તો આ વોરેન બફેટનું ભારતમાં પહેલું ઈન્વેસમેન્ટ હશે. પ્રાપ્ત માહિતી અનુસાર પેટીએમ દ્વારા આ વર્ષે ફેબ્રુઆરીની શરુઆતથી જ બર્કશાયર હૈથવે સાથે વાતચીત ચાલી રહી છે. પેટીએમ આશરે ૨૨૦૦ થી ૨૫૦૦ કરોડ રુપિયા જોડવાની યોજના બનાવી રહી છે. રિપોર્ટ અનુસાર ફંડ મળવાથી કંપનીની વેલ્યુએશન આશરે ૧૦ થી ૧૨ કરોડ ડોલર થઈ જશે.

માનવામાં આવી રહ્યું છે કે આ ડીલની જાહેરાત આવનારા બે સપ્તાહની અંદર થઈ શકે છે. ત્યારે આ બર્કશાયર હૈથવેનું ભારતના સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમમાં પહેલું ઈન્વેસમેન્ટ હશે. તો આ સાથે જ આ પ્રાઈવેટ ટેક્નોલોજી કંપનીમાં કરવામાં આવનારુ પહેલું ઈન્વેસમેન્ટ પણ હશે. આ પહેલા બર્કશાયરે પસંદગીની પબ્લિક લિસ્ટેડ કંપનિઓમાં ઈન્વેસમેન્ટ કર્યું હતુ. આનાથી સૌથી પ્રમુખ આઈબીએમ કોર્પ અને એપલ છે. જો કે બર્કશાયર થોડા સમય પહેલા જ આઈબીએસથી બહાર નિકળી ગઈ છે પરંતુ તેની પાસે અત્યારે એપલના સ્ટોક છે.

રિપોર્ટ અનુસાર બફેટે વર્ષ ૨૦૧૧માં બર્કશાયર ઈંડિયાને બનાવી હતી અને ઈન્શ્યોરંસ વેચવા માટે બજાજ સાથે પાર્ટનરશિપ કરી હતી. જો કે બે વર્ષ બાદ જ બર્કશાયર આ પાર્ટનરશિપથી બહાર થઈ ગઈ હતી. કંપનીનું કહેવું હતું કે વધારે રેગ્યુલેશનના કારણે તે બહાર નિકળી રહી છે.

પેટીએમનો દાવો છે કે તેમણે ૪ અરબ ડોલરના મંથલી ગ્રાસ ટ્રાંઝેક્શન્સ વેલ્યૂને સ્પર્શી લીધી છે. જૂનમાં પૂર્ણ થતા ક્વાર્ટરમાં ટ્રાંઝેક્શનની સંખ્યા ૧.૩ કરોડ પર પહોંચી ગઈ છે.

Previous articleSIT કોર્ટે ઇમરાન અને ફારુક ભાણાને દોષી ઠેરવ્યા
Next articleમોંઘવારીની બાબતે મહારાષ્ટ્ર રાજ્ય દેશમાં પ્રથમ સ્થાને….!!