સ્વ. પંડિત બ્રિજ ભૂષણ કાબરાજીને સ્વરાંજલિ : ઉદગમ મ્યૂઝિક ફેસ્ટીવલ યોજાયો

0
973

ભારતીયશાસ્ત્રીય સંગીતમાં હવાઈન ગિટારને લોકપ્રિય બનાવનાર પંડિત બ્રિજ ભુષણ કાબરાજીને સ્વરાંજલિ અર્પવા માટેનો એક અદભૂત કાર્યક્રમ શુક્રવારે રાત્રે ગાંધીનગર ટાઉનહોલ ખાતે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા હાર્ટ ફાઉન્ડેશન, અમદાવાદના સહયોગથી કરવામાં આવ્યો.

અમદાવાદમાં સ્થાયી થયેલા પંડિત કાબરાજીનો ૧૯૬૭માં પંડિત શિવકુમાર શર્મા અને પંડિત હરિપ્રસાદ ચૌરસિયા સાથેનો ‘કોલ ઓફ વેલી’ આલ્બમ અત્યંત લોકપ્રિય બન્યો હતો. ઉદગમ મ્યૂઝિક ફેસ્ટીવલમાં ભારતીય શાસ્ત્રીય સંગીતના શ્રેષ્ઠ કલાકારો વિદુષી મંજુ નંદન મહેતા, અમિતા દલાલ, નીરજ પરીખ, ઉસ્તાદ ફઝલ કુરેશી અને ડૉ. પંડિત અજય પોહણકર સાથે ત્રણ કલાક ફકત ને ફકત શાસ્ત્રીય સંગીતનો કાર્યક્રમ ઉદગમના મેનેજીંગ ટ્રસ્ટી ડૉ.મયુર જોષી દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.

કાર્યક્રમનું દિપ પ્રાગટ્ય મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત ડૉ.જયંતિ રવિ, કમિશનર, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ અને અગ્ર સચિવ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ,  વિદુષી મંજુ નંદન મહેતા, ધ્રુવ જોષી (ટ્રસ્ટી, ઉદગમ ટ્રસ્ટ), મહેન્દ્ર ત્રિવેદી (પૂર્વ મંત્રી), ડૉ.નીતિન સુમંત શાહ (હાર્ટ ફાઉન્ડેશન), વી.એસ. ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. પંડિત બ્રિજ ભૂષણ કાબરાજીના ધર્મપત્ની શ્રીમતી કમલા કાબરાજીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું. ડૉ. મયુર જોષીએ પંડિત કાબરાજીની હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતની એમની સિદ્ધિની વાત કરી,અંગત સંબંધો સાથે એમના યોગદાનનું વર્ણન કર્યુ. ગાંધીનગરમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતનો આટલા વિશાળ ફલક પર કાર્યક્રમ પ્રથવાર જ યોજાય છે એવી વાત કરી. ત્યારબાદ, પંડિત બ્રિજ ભૂષણ કાબરાજીના સુપુત્ર શિશિર કાબરાએ પોતાના પિતા વિશે જાણી-અજાણી વાતો પોતાના ઉદબોધનમાં કહી હતી. મુખ્ય મહેમાન ડૉ. જયંતિ રવિએ પ્રાસંગિક ઉદબોધનમાં ગાંધીનગરમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ ઉદગમ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતાં અને આવા બીજા કાર્યક્રમનું જલ્દીથી આયોજન કરવા પણ જણાવ્યું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા વિદુષી મંજુ નંદન મહેતાનું સિતાર વાદન પ્રસ્તુત કર્યું હતુ તેમજ તેમની સાથે સિતાર પર અમિતા દલાલ અને તબલા પર સપન અંજારિયા દ્વારા સંગત કરવામાં હતી. એમના એકાગ્ર થઈ વગાડેલા સિતાર વાદનમાં શ્રોતાઓ આફ્રિન પોકારી ગયા. ત્યારબાદ, નીરજ પરીખ દ્વારા શાસ્ત્રીય ગાયનમાં શ્રાવણ માસને અનુલક્ષીને શિવોહમ, શિવોહમ અને સાથમાં ‘માતા કાલીકા’ની અદભૂત પ્રસ્તુતિ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here