સિહોરમાં ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા સન્માન સમારોહ

1472

સિહોર તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા સંઘ દ્વારા ભવ્ય તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સમાજ નાં રત્નો ને પોખવા નો અવસર  બંધન પાર્ટી પ્લોટ સિહોર ખાતે યોજાયો. સમારોહ ના અધ્યક્ષ તરીકે કુ.ડૉ. અવનીબા મોરીએ હાજરી આપી હતી.આ ઉપરાંત  નિકુલસિંહ પરમાર, ભરતસિંહ ટાંક, જગદીશસિંહ ભંડારી , ડૉ. હરદેવસિંહ મોરી સહિત વિવિધ અધિકારીઓ તથા જિલ્લાભર માંથી આગેવાનો વિશેષ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં જ્ઞાતિજનો ની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અને શૌર્યગીતોની રમઝટ સાથે તેજસ્વી વિદ્યાર્થીઓ, વિશિષ્ટ પ્રતિભાઓ તથા કાર્યક્રમના મુખ્ય દાતાઓનું સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હઠીસિંહ નકુમ પ્રતાપસિંહ પરમાર સહિત સમગ્ર સિહોર તાલુકા ક્ષત્રિય કારડિયા રાજપૂત યુવા સંઘની કારોબારી સમિતિએ જહેમત ઉઠાવી હતી.

Previous articleરામદેવરા ટ્રસ્ટ દ્વારા પાલિતાણામાં રક્ષાબંધન પર્વની ઉજવણી કરાઈ
Next articleમેરેનજ એનીવસરી નિમિત્તે પછાત બાળકોને ભોજન