લોકોને તમામ પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર સંકલ્પબધ્ધ : રૂપાણી

1799

સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી મુખ્યમંત્રી ૮૭ કરોડના જસદણ-વીંછિયા તાલુકાના કામોના લોકાર્પણ માટે જસદણના કનેસરા ગામે પહોંચ્યા હતા. રૂપાણી જણાવ્યું હતું કે, જસદણમાં ભરત બોઘરા અને કુંવરજી બાવળિયાએ સાથે મળીને કામ કર્યા છે. કોંગ્રેસના લોકો ખાલી ખાલી વાતો કરે છે કે, બાવળિયાને હરાવીશું. કોગ્રેસ હવે માત્ર ડૂબતું નામ રહી ગયું છે.

ભરત બોઘરા અને કુંવરજી બાવળિયા બન્ને નેતા ભેગા થાય તો કોંગ્રેસને આગામી ચૂંટણીમાં ડિપોઝીટના પણ ફાંફા પડે. કોગ્રેસ હવે માત્ર ડૂબતું નામ રહી ગયું છે. ૪૦૦ લોકસભાના સભ્યો સાથે પહેલા કોંગ્રસ સરકારમાં હતી પરંતુ હાલ ૪૪ સભ્યો જ છે. બોઘરા અને બાવળિયાએ જસદણ-વીંછિયાના ખૂણે ખૂણે વિકાસના કામો કર્યા છે. કોળી સમાજની જાન ટ્રકમાં જતી અને અકસ્માતો થતા પરંતુ હવે જાન સુરક્ષિત રીતે જાય તે માટે રાજ્ય સરકારે માત્ર ૧૨૦૦માં એસટી બસની સુવિધા પાડી રહી છે. આ સરકાર જાડી ચામડીવાળાની સરકાર નથી. એક કરોડથી વધુ પશુઓનું નિદાન કરાશે. ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. સૌની યોજના થકી ખેડૂતો બે પાક લઇ શકશે. અત્યાર સુધીમાં ૧૮ હજાર તળાવો ખોદ્યા છે.મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જસદણના કનેસરા ગામે સિંચાઇ વિભાગની કનેસરા-૨ સિંચાઇ યોજનાનું ખાતમુહૂર્ત કર્યા બાદ બાકીની તમામ કામોનું ડ઼િજિટલ લોકાર્પણ અને ડિજિટલ ખાતમુહૂર્ત કર્યું હતું. જેમાં રૂ.૨૦ કરોડના ખર્ચે બનનારી બાબરા-કોટડાપીઠા-ગોખલાણા ડીઆઇ પાઇપલાઇન યોજના, રૂ.૧૪ કરોડના ખર્ચે આકાર લેનારા વીંછિયા સેવા સદન, રૂ.૧૪ કરોડના ખર્ચે બનનારા જસદણ-ભડલી-ગઢડા રોડ વાઇડિંગ પ્રોજેક્ટ અને રૂ.૬ કરોડના ખર્ચે બનનારા હિંગોળગઢના અશ્વ ઉછેર કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું. . તેમજ રૂ.૨૫ કરોડના ખર્ચે કમળાપુર- ભાડલા- ભંડારિયા-ભૂપગઢના રોડને પહોળો કરવાનો પ્રોજેકટ, જસદણ તાલુકાના ભાડલા ગ્રુપ હેઠળના રૂ.૧.૧૨ કરોડના પાઇપલાઇન પ્રોજેક્ટ અને રૂ.૧.૯૦ કરોડના જસદણ તાલુકાના સાણથલી ગ્રુપ હેઠળના પાઇપલાઇનનું ખાતમુહૂર્ત કર્યું હતું.

Previous articleસતત ૧૪ દિવસ ગેરહાજર રહેનારા વિદ્યાર્થીઓનું નામ સ્કૂલમાંથી કમી થશે
Next articleસંવેદના એવા જ દિલમાં જાગતી હોય છે જયાં વેદનાનો જન્મ થયો હોય…!