PM મોદી આજે બીજેપીના મુખ્યમંત્રીઓ સાથે

0
608
આગમી વર્ષે થનારી લોકસભા ચૂંટણી પહેલા રાજકીય પક્ષો પોતાની રણનીતિ બનાવવાનું શરુ કરી દીધું છે. ત્યારે બીજેપી અધ્યક્ષ અમિત શાહે મંગળવારે દિલ્હીમાં ભાજપ સરકાર સત્તાવાળા રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ખાસ હાજર રહેશે. બેઠકમાં 2019માં થનારી લોકસભાની ચૂંટણી જંગમાં પાર્ટીની રણનીતિની ચર્ચા થશે.ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ભાગ લેશે.

બીજેપીના નજીકના સુત્રોના જણાવ્યા પ્રમાણે આગામી સમયમાં ત્રણ રાજ્યોમાં થનારી ચૂંટણી અને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બીજેપીના મુખ્યમંત્રીઓની આ બેઠક ખુબ જ મહત્વની રહેશે. એક દિવસની આ બેઠક દરમિયાન ચૂંટણી સાથે સંકળાયેલા અનેક મુદ્દાઓ ઉપર ચર્ચા થશે. બેઠકમાં બીજેપી શાસિત રાજ્યોમાં ચાલી રહેલી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરાશે અને મુખ્યમંત્રીઓએ સૂચનાઓ પણ અપાશે.

ઉલ્લેખનીય છે કે, આ વર્ષના અંત સુધીમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે. આ ત્રણે રાજ્યોમાં અત્યારે બીજેપીનું શાસન છે.

મુખ્યમંત્રીઓના આ સમ્મલનનો મુખ્ય એજન્ડા સુશાસન અને ગરીબ સમર્થિત નીતિઓનું સંચાલન છે. વર્ષ 2014માં મોદીના સત્તા ઉપર આવ્યા બાદ નિયમિતરીતે આ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વિવિધ રાજ્યોના બીજેપીના ઉપ મુખ્યમંત્રીઓ પણ આ બેઠકમાં ભાગ લેશે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપમુખ્યમંત્રી નીતિન પટેલ આ બેઠકમાં ભાગ લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here