ટેબલ ટેનિસમાં ભારતને બ્રોન્ઝ મેડલ

0
490

ભારતે ટેબલ ટેનિસમાં ઐતિહાસિક રીતે પ્રથમ સિધ્ધિ હાંસલ કરી છે. ભારતની પુરૂષ ટેબલ ટેનિસની ટીમે 18મા એશિયન ગેમ્સમાં 10મા દિવસે મંગળવારે બ્રોન્ઝ મેડલ મેળવી ભારતને આ રમતમાં પ્રથમ મેડલ અપાવ્યો છે.

ભારતીય પુરૂષ ટીમે સેમીફાઇનલમાં દક્ષિણ કોરિયા સામે સ્પર્ધા થઇ હતી જેમાં દક્ષિણ કોરિયાની ટીમે 3-0થી માત આપી હતી. જેથી ભારતને બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પહેલી મેચમાં સાથિયાન ગનાશેખરને દક્ષિણ કોરિયાના ખેલાડી સાંગ્સુએ 11-9, 9-11.3-11, 3-11થી હાર આપી હતી.

બીજી મેચમાં પણ ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. અચંતા શરથ કમલને સિક યોંગ જિયોંગને 9-11, 9-11, 11-6, 11-7 અને 8-11થી હરાવ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here