માઓવાદી સાથે કનેક્શન સંદર્ભે  દેશમાં દરોડા : પાંચની ધરપકડ

0
750

માઓવાદી સાથે કનેક્શનની શંકામાં પુણે પોલીસે આજે દેશભરમાં ડાબેરી સમર્થક ગણાતા કાર્યકરોના આવાસ ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડાની કાર્યવાહી દરમિયાન પાંચ માઓવાદી શુભેચ્છકોની અટકાયત કરવામાં આવી છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ માહિતી આપતા કહ્યું છે કે, ગયા વર્ષે પુણેમાં એક કાર્યક્રમ બાદ મહારાષ્ટ્રના કોરેગાંવભીમામાં થયેલી હિંસાની તપાસના સંદર્ભમાં આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ દરોડાની કાર્યવાહીના ભાગરુપે હૈદરાબાદમાં કવિ વરવરા રાવના આવાસ ઉપર પણ દરોડા પાડવામાં આવ્યા હતા. જે ગાળા દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી હતી. માઓવાદી સમર્થક ગણાતા રાવ ઉપરાંત સુધા ભારદ્વાજને પણ પકડી લેવામાં આવ્યા છે. ભીમાકોરેગાંવમાં જાન્યુઆરી મહિનામાં હિંસામાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

. પોલીસે એક આરોપીના આવાસ પરથી એવો પત્ર મળ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજીવ ગાંધીની હત્યા જેવી પ્લાનિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવાની બાબતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ચિઠ્ઠીમાં મોદીની હત્યાના કાવતરાનો ઉલ્લેખ…

પુના પોલીસે દાવો કર્યો હતો કે આરોપી પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદી હિન્દુવાદી નેતા છે અને દેશના ૧૫ રાજ્યોમાં તેમની સરકારો છે. જો તેઓ આજ ઝડપહતી આગળ વધતા રહ્યા તો બાકી પાર્ટીઓ માટે મુશ્કેલીઓ વધી જશે. એવામાં મોદીનો ખાતમા માટે કડક પગલાં ઉઠાવવા પડશે. એટલા માટે કેટલાક સિનિયર કોમરેડે કહ્યું છે કે રાજીવ ગાંધી હત્યાકાંડ જેવી ઘટનાને અંજામ આપવો પડશે.

આ મિશન ફેલ પણ થઈ શકે છે. પરંતુ પાર્ટીમાં આ પ્રસ્તાવ રજૂ કરવો જોઈએ. મોદીને મારવા માટે રોડ શોના સમયે સૌથી યોગ્ય સમય રહેશે. આ ચિઠ્ઠીમાં એમ-૪ રાઇફલ અને ગોળીઓ ખરીદવા માટે ૮ કરોડ રૂપિયાની જરૂર હોવાની વાત પણ લખવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here