એનસીપી દ્વારા જિલ્લા કક્ષાનાં હોદ્દેદારોની કરાયેલી નિમણુંક

1437

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભાવનગર જિલ્લા સમીતી (એનસીપી)દ્વારા જીલ્લા કક્ષાના હોદ્દેદારોની નીમણુંક કરવામાં આવી હતી.

ભાવનગર શહેરના સરકીટ હાઉસ ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભાવનગર જીલ્લા સમીતીની મીટીંગ રાખવામાં આવેલ જેમાં ભાવનગર જીલ્લા પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલએ ભાવનગર જિલ્લાના મહામંત્રી પદે બારૈયા ધરમશીભાઈ વિઠ્ઠલભાઈ તેમજ ભાવનગર જીલ્લાના મીડીયા સેલ પ્રમુખ પદે મુકેશભાઈ બી મિસ્ત્રીની નીમણુંક કરવામાં આવેલ.

જેમા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી ભાવનગર જીલ્લા સમીતીના સંગઠન મંત્રી જીતેન્દ્રભાઈ દવે તેમજ પાર્ટીના કાર્યકરો વિશાળ સંખ્યામાં હાજર રહેલ અને નવ નીયુક્ત હોદેદ્દારોને અભિનંદન પાઠવેલ.

Previous articleઆરાધ્ય વિદ્યાસંકુલમાં રક્ષાબંધનની ઉજવણી
Next articleઓસ્ટ્રેલીયામાં નવરાત્રી પર્વ અન્વયે ગાયક બંધુઓ પર ૨૦ હજાર ડોલરનો વરસાદ