ગૂગલમાં ઈડિયર લખતા કેમ મારો ફોટો ખૂલે છે : ટ્રમ્પ આકરા પાણીએ

1498

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલ તેમના જ દેશની વેબસાઇટથી ખૂબ જ નારાજ છે. ટ્રમ્પે પોતાની નારાજગી વ્યક્ત કરતી ફરિયાદ ગૂગલને કરતાં કહ્યું છે કે તેમની છબી ખરાબ થઇ રહી છે. તેઓ દુનિયાના સૌથી મોટા સર્ચ એન્જિનનિ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. ટ્રમ્પનું કહેવું છે કે જ્યારથી તેઓ રાષ્ટ્રપતિ બન્યા છે ત્યારથી મીડિયા તેમના વિરૂદ્ધ સમાચારો ચલાવી રહી છે. એવામાં ગૂગલ તેમની વિરૂદ્ધ નકારાત્મક સમાચારો સર્ચ કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી રહ્યું છે. અમેરિકન મીડિયા સીએનએન આમ તો ટ્રમ્પના નિશાના પર તો છે હવે ગૂગલ પર પણ તેમની નારાજગી દેખાવા લાગી છે.

અમેરિકન વેબસાઇટ યુએસ ટુડેના મતે જો ગૂગલ પર ઇડિયટ શોધશો તો સૌથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર સામે આવે છે. તેના લીધે પહેલાં જ ઘણી વખત વિવાદ થઇ ચૂકયો છે. પોતાના ટિ્‌વટર પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું, ‘ટ્રમ્પ લખવા પર ગૂગલ સર્ચ રિઝલ્ટમાં માત્ર મારી વિરૂદ્ધ નકારાત્મક સમાચારો દેખાય છે. આ ફેક ન્યૂ મીડિયા છે. બીજા શબ્દોમાં કંપની મારી અને અન્ય લોકોની વિરૂદ્ધ હેરાફેરી કરી રહ્યું છે, તેમાં મોટાભાગે સમાચાર નકારાત્મક છે. તેમાં નકલી સીએનએન સૌથી અગત્યનું છે. રિપબ્લિકન/કંઝર્વેટિવ અને નિષ્પક્ષ મીડિયા બધું જ ખત્મ થઇ ચૂકયું છે. આ બધું ગેરકાયદે છે?’

બીજી ટ્‌વીટમાં ટ્રમ્પે કહ્યું કે ૯૬ટકાથી વધુ ટ્રમ્પ ન્યૂઝના સર્ચ રિઝલ્ટમાં રાષ્ટ્રીય વામપંથી મીડિયાનો હાથ છે, જે ખૂબ ખતરનાક છે. ગૂગલ અને અન્ય કંપનીઓ કંઝર્વેટિવનો અવાજ દબાવી રહ્યું છે અને સમાચારોને છુપાવી રહ્યું છે. આ સારી વાત છે. આ લોકો એ વસ્તુને નિયંત્રિત કરી રહ્યાં છે, જેને આપણે જોઇપણ શકીએ છીએ અને નહીં પણ. આ ખૂબ જ ગંભીર વાત છે, જેના પર ધ્યાન રખાશે.

Previous articleલોકસભા ચૂંટણી સાથે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાય તેવી શક્યતા
Next articleએર ઈન્ડિયાને નાણાં મંત્રાલય બે હજાર કરોડની બેન્ક ગેરંટી આપવા તૈયાર!!