એર ઈન્ડિયાને નાણાં મંત્રાલય બે હજાર કરોડની બેન્ક ગેરંટી આપવા તૈયાર!!

0
652

મોટા કરજના બોજ હેઠળ દબાયેલી વિમાની કંપની એર ઈન્ડિયાને ખોટના ખાડામાંથી બહાર લાવવા માટે સરકારે તૈયારી કરી લીધી છે. સરકારી વિમાની કંપનીના વિનિવેશના રોકાણો છતાં કોઈ ખરીદાર નહી મળવા પર નાણા મંત્રાલય ખુદ મદદની તૈયારીમાં લાગી ગયું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર મંત્રાલયે બે અલગ-અલગ રીતે એર ઈન્ડિયાની મદદ કરવાની યોજના બનાવી છે. આ હેઠળ મંત્રાલય તત્કાલ પ્રભાવથી કંપનીને બે હજાર કરોડ રૂપિયાની બેન્ક ગેરંટી આપવા તૈયાર થઈ ગઈ છે. તેનો મતલબ છે કે બેન્ક આ રકમ એર ઈન્ડિયાને આપશે અને નાણા મંત્રાલય તેની ગેરંટી લેશે. આ ઉપરાંત કંપનીના કરજનો મોટો હિસ્સો સ્પેશ્યલ પર્પઝ વ્હીકલને ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. સાથોસાથ કરજની જવાબદારી ઓછી કરવાની દિશામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. યોજના હેઠળ મળનારી ૨૦૦૦ કરોડ રૂપિયાની બેન્ક ગેરંટીનો ઉપયોગ વિમાની કંપનીના રોજના ખર્ચમાં થશે. આ પહેલાં પણ સરકારે એર ઈન્ડિયામાં વિનિવેશની કોશિશ કરી હતી પરંતુ કંપની ઉપર ૫૪ હજાર કરોડ રૂપિયાથી વધુનું કરજ હોવાને કારણે કોઈએ રસ દાખવ્યો નહોતો. વર્ષ ૨૦૦૭માં ઈન્ડિયન એરલાઈન્સના વિલય બાદથી એર ઈન્ડિયા ખોટમાં છે.

નાણા મંત્રાલયે કંપનીની સ્થાયી મદદ કરવાની પણ રણનીતિ બનાવી છે જેના પર આ સપ્તાહે વિચાર-વિમર્શ કરવામાં આવશે. આ હેઠળ બે પ્રકારની યોજના બનાવવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here