એશિયા કપ માટે ભારતીય અંડર-૧૯ ટીમની ઘોષણા

0
1214

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (મ્ઝ્રઝ્રૈં)ની જુનિયર પસંદગી સમિતિએએ આવતા મહિને બાંગ્લાદેશમાં રમાતા એશિયા કપ માટે મંગળવાપે ૧૫ સભ્યોની અંડર-૧૯ ટીમની ઘોષણા કરી દીધી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ૨૯ સપ્ટેમ્બરથી શરૂ થનાર એશિયા કપ માટે જુનિયર પસંદગી સમિતિએ અહિંયા બેઠકમાં ટીમની પસંદગી કરી.

પવન શાહને આ ટુર્નામેન્ટ માટે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે અનુજ રાવત અને પ્રબ સિમરનના સ્વરૂપે ટીમમાં બે-બે વિકેટકિપર હશે. પસંદગીકર્તાઓએ મહિન ક્રિકેટર સચિન ટેંડુલકરના પુત્ર અર્જુન ટેંડુલકરનો સમાવેશ ટીમમા નથી કર્યો. તે શ્રીલંકા પ્રવાસ પર ટેસ્ટ ટીમનો ભાગ હતો.

પસંદગીકર્તાઓએ એશિય કપ સિવાય લખનઉમાં ૧૨ સપ્ટેમ્બરથી શરૂ થનાર ચતુષ્કોણીય વનડે સીરિઝ માટે પણ ઇન્ડિયા-એ અને ઇન્ડિયા-બીની પસંદગી કરી લીધી છે. અર્જુન ટેંડુલકર ચતુષ્કોણીય સીરિઝ માટે પણ પોતાનું સ્થાન ટીમમા બનાવી શક્યો નથી. ઇન્ડિયા-એ ૧૨ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન-એ સાથે પ્રથમ મેચ રમશે. આ દિવસે ઇન્ડિયા-બીનો સામનો નેપાલ અન્ડર-૧૯ ટીમ સાથે થશે. ૧૪ સપ્ટેમ્બરે ઇન્ડિયા-એ નેપાલ અને ઇન્ડિયા-બી અફઘાનિસ્તાન સાથે ટકરાશે.

એશિયા કપ માટે ભારતીય અંડર -૧૯ ક્રિકેટ ટીમઃ – પવન શાહ (કેપ્ટન), દેવદત્ત પદિકાલ, યશવસી જયસ્વાલ, અનુજ રાવત (વિકેટકીપર), યશ રાઠોડ, આયુષ બદૌની, નેહલ વધેડા, પ્રબ સિમરન સિંઘ (વિકેટકીપર), સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યાગી, અજય દેવ ગૌડ, યતિન માંગવાની, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી.

ઇન્ડિયા અંડર-૧૯-બીઃ વેદાંત મુરકર (કેપ્ટન તથા વિકેટ કિપર), ઠાકુલ તિલક વર્મા, કામરાન ઇકબાલ, વામસી કૃષ્ણા, પ્રદોષ રંજન પોલ, રિષભ ચૌહાણ, સિદ્ધાંત રાણા, સમન કુમાર વિશ્વાસ (વેકેટકિપર), શુભંગ હેગડે, રિઝવી સમીર, પંકજ યાદવ, આકાશ સિંહ, અશોક સંધુ, આયુષ સિંહ, નીતીશ રેડ્ડી, સાબિર ખાન, સાહિલ રાજ, રાજવર્ધન હેગડેકર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here