એન્ડરસનનું સારું પ્રદર્શન જોઈને વધુ શીખવાની પ્રેરણા મળે છે : મોહમ્મદ શમી

0
760

ઈંગ્લેન્ડ સામે ગુરુવારથી શરૂ થઈ રહેલી ચોથી ટેસ્ટ પહેલા ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ એક મોટું રહસ્ય ખોલ્યું છે. તેણે ક્યા બોલર પાસેથી પ્રેરણા લે છે તે વાત પરથી પડદો ઉઠાવ્યો હતો.

શમીએ કહ્યું કે, જ્યાં સુધી શીખવાની પ્રક્રિયાનો સવાલ છે ત્યાં સુધી સીનિયર ખેલાડી એન્ડરસનને આ ઉંમરે આવું પ્રદર્શન કરતો જોઈને તેમાંથી વધુને વધુ શીખવાની કોશિશ કરે છે. હું હંમેશા જોતો આવ્યો છું કે તેની પાસે અમારી જેટલી સ્પીડ ન હોવા છતાં વિકેટ ઝડપે છે.

તે કઈ લેન્થ પર બોલિંગ કરી રહ્યો છે, આ બાબત શીખવા મળે છે. તે દરેક પ્રકારની પરિસ્થિતિમાં વિકેટ લેવા સક્ષમ છે. અમે એન્ડરસન પાસેથી ઘણું શીખવામાં સફળ રહ્યા. અમારા ગત પ્રવાસમાં પણ તેને અહીંયા જોયો અને સારી બોલિંગ પણ જોઈ. એન્ડરસન પાસેથી શીખવા મળ્યું કે તમે જેટલી લાઇન લેન્થથી બોલિંગ કરશો તેટલું વધારે સરળ હશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here