મોડાસા કલેક્ટર કચેરીમાં ભેંમપુરના ખેડૂતનો આત્મ વિલોપનનો પ્રયાસ

1080

માલપુરના ભેંમપુરના ગૌચર જમીનમાં કરાયેલા દબાણ મામલે નિવૃત્ત વીજકર્મી અને ખેડૂત પટેલ હસમુખભાઇ કરેલી રજૂઆત છતાં પગલાં ન લેવાતાં મંગરવારે કલેક્ટર એમ.નાગરાજન સાથે મુલાકાતના બહાને પ્લાસ્ટિકની નાની થેલીમાં કેરોસીન ભરી મોડાસા કલેક્ટર કચેરી પાસે જ કેરોસીન છાંટી દિવાસળી ચાંપવાનો પ્રયાસ કરવા જતાં કલેક્ટરના ગાર્ડ અને અન્ય લોકોએ રોકી લીધો હતી અને સમજાવટ અને કાર્યવાહીની ખાતરી બાદ મામલો થાળે પડ્‌યો હતો. જોકે, આ કોઇ પણ કલેક્ટર કચેરી સુધી કેરોસીન લઇને આવી જાય છતાં કોઇને ખબર ન પડતાં મામલો ચર્ચાસ્પદ બન્યો હતો.

માલપુરની મહિયાપુર ગ્રામ પંચાયત હસ્તકના ભેંમપુરમાં આવેલી ગૌચર જમીનમાં લોકોએ દબાણ કર્યું હોવાની જાણ ગામના જ નિવૃત્ત વીજકર્મીએ ઉચ્ચ અધિકારીઓને દબાણ ખુલ્લું કરાવવા માટે લેખિતમાં અધિકારીઓને જાણ પણ કરી હતી. કોઇ કાર્યવાહી ન કરાતાં ભેંમપુરના પટેલ હસમુખભાઇ મગનભાઇ મંગળવારે કલેક્ટર નાગરાજનની મુલાકાતના બહાને જિલ્લા સેવા સદન ખાતે કલેક્ટરની ચેમ્બર પાસે ૧૨ઃ૧૫ કલાકના સમયે આવી પહોંચ્યો હતો અને તેના હાથમાં રહેલી થેલીમાંથી પ્લાસ્ટિકની થેલીઓમાંથી કેરોસીનની થેલી કાઢી માથાના અને મોંઢાના ભાગે છાંટીને દિવાસળી ચાંપવાનો પ્રયાસ કરતો હતો.

કલેક્ટરના કમાન્ડોને કંઇક અજુગતું લાગતાં તેને આત્મ વિલોપન કરતાં રોકી લીધો હતો. અને તેને પાણી પીવડાવીને કલેક્ટર નાગરાજને શાંત કરી તેના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાત્રી આપી હતી. બાદમાં આ ઘટનાની જાણ ટાઉન પોલીસ સ્ટેશને કરાતાં પોલીસ તેને પોલીસ સ્ટેશનમાં લઇ આવીને જવાબી કાર્યવાહી હાથ ધરી હતી.

કલેક્ટર કચેરીમાં આત્મવિલોપનના પ્રયાસની આ ઘટનાના પગલે કલેક્ટર એમ.નાગરાજન તાત્કાલિક અધિકારીઓને બોલાવી લીધા હતા અને જિલ્લા વિકાસ અધિકારીઓનો ગૌચરના દબાણના પ્રશ્ને તપાસના આદેશ કરી યોગ્ય કાર્યવાહી કરવા સુચનો કર્યા હોવાનું જાણવા મળ્યું છે.

મંગળવારે કલેક્ટર કચેરી ખાતે ૧૧ઃ૩૦ કલાકના સમયે હાથમાં નાની થેલી લઇને આવ્યો હતો. આ નિવૃત્તકર્મી ચેમ્બર પાસેના ૧૨ કલાકની આસપાસ કલેક્ટરની ચેમ્બર પાસેના દરવાજા પાસે પહોંચી ગયો હતો અને તેના હાથમાં રહેલી નાની થેલીને લઇ કોઇને શંકા જતાં ં કેરોસીન જેવું જલદ પ્રવાહી પોતાના શરીર ઉપર છાંટવાની ૧૨ઃ૧૫ કલાકે કોશિશ કરી હતી.

Previous articleરાજ્યમાં ૧૧૫૧ પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા ખાલી : મુખ્યમંત્રીને રજુઆત કરાઈ
Next articleમાઉન્ટ કાર્મેલની ઘટનાનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ, આવેદનપત્ર