સિધ્ધી વિદ્યાપીઠમાં પંજાબ નેશનલ બેંકનાં મેનેજરની હાજરીમાં સિંહ દિવસ ઉજવાયો

1533

ભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં કાર્યરત સિદ્ધિ વિદ્યાપીઠના સંચાલક અજીતસિંહ ગાયકવાડના માર્ગદર્શન નીચે વિદ્યાર્થીઓને શિક્ષણમાં તો ટોપ પર પહોચાડવાનું લક્ષ્ય છે જ સાથે સાથે વિદ્યાર્થીઓમાં સંસ્કારનું ઘડતર અને સંસ્કૃતિનું રક્ષણ કરવાનું શિક્ષણ આપતી સંસ્થા એટલે સિધ્ધી વિદ્યાપીઠ સિધ્ધી વિદ્યાપીઠમાં વિશ્વ સિંહ દિવસ તા.૧૦મી ઓગષ્ટના રોજ રેલી બેનરો સાથે માર્ગો પર ફરી હતી અને સિંહ રક્ષણ માટેના સુત્રોચ્ચાર સાથે લોકોમાં જાગૃતિ આવે તેવા હેતુથી સિંહ બચાવોના નારા સાથે રાજમાર્ગો પર ફરી હતી તેમજ ૧૫મી ઓગષ્ટ સ્વાતંત્ર્ય દિવસે જે વિદ્યાર્થીઓના વિકાસ માટે સતત ચિંતિત છે અને વિદ્યાર્થીઓ દેશના ભાવિનું પડતર છે તેની યોગ્ય દિશામાં વાળવા જ જોઈએ તેવા હેતુથી વિદ્યાર્થીઓની વચ્ચે કોઈપણ સંજોગોમાં સતત ઉપસ્થિત રહેવા પ્રયાસ કરતાં પંજાબ નેશનલ બેંકનાં મેનેજર અજીતકુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે જયેશભાઈ શાહ સોમનાથ જ્લેવર્સના ડાયરેકટર ચોકસી મંડળના પ્રમુખ મહારાષ્ટ્ર મંડળના વસનભાઈ અને હરેશભાઈ હાજર રહેલ હતા.

Previous articleનવાગામના નાળા પાસેથી અડધા શરીરની કોહવાયેલી લાશ મળી આવી
Next articleપ્રવૃત્તિ દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ