૨૦૧૯થી JEE-NEET માટે વિદ્યાર્થીઓને મળશે મફત કોચિંગ

0
358

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓએ હવે કોચિંગની ભારે ભરખમ ફીની ચિંતા કરવાની જરૂરત નથી. હવે સરકાર ૨૦૧૯થી વિદ્યાર્થીઓને ફ્રીમાં કોચિંગ ઉપલબ્ધ કરાવશે. તેના માટે એક સંસ્થા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની રચના કરવામાં આવી છે. તેનું કામ આગામી વર્ષથી ૨૬૯૭ પ્રેક્ટિસ સેન્ટરોને ટીચિંગ સેન્ટરોમાં ફેરવવાનું રહેશે.

માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે, આ પ્રેક્ટિસ સેન્ટર્સ ૮ સપ્ટેમ્બરથી શરૂ થશે. જો કે વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગની તગડી ફી વસૂલતા પ્રાઈવેટ કોચિંગ સેન્ટર્સ માટે આ ખરાબ સમાચાર છે.

HRD મિનિસ્ટ્રીના અધિકારીઓએ જણાવ્યું કે, “પ્લાન છે કે આ સેંટર્સને ફક્ત પ્રેક્ટિસ સેન્ટર નહીં ટીચિંગ સેન્ટર બનાવીએ. આ સેન્ટર્સમાં કોઈ ફી લેવામાં નહીં આવે. આનો સીધો લાભ ટેલેન્ટડ બાળકોને મળશે. ઉંચા સપના જોતાં ટેલેન્ટેડ બાળકો આર્થિક તંગીના કારણે કોચિંગ નથી લઈ શકતા. સાથે જ ગામડા અને શહેરના બહારના એરિયામાં રહેતા વિદ્યાર્થીઓને પણ લાભ થશે.”

આ ટીચિંગ સેન્ટટર્સની પ્રોસેસ ૨૦૧૯થી શરૂ થશે. જેમાં પ્રથમ તબક્કામાં એનટીએ, જેઈઈ મેઈન-૨૦૧૯ માટે વિદ્યાર્થીઓની મોક ટેસ્ટ લેવામાં આવશે. જે વિદ્યાર્થી મોબાઈલ એપ અને વેબસાઈટ દ્વારા એનટીએ માટે રજિસ્ટર કરાવસે તે National Eligibility cum-Entrance Test-UG (NEETUG) અને UGC-NET માટે આયોજિત એક મોક પરીક્ષામાં ભાગ લઈ શકે છે. સાથે જ તે પોતાના રિઝલ્ટને એનટીએના ટીચર્સની સાથે ડિસ્કસ કરી શકે છે જેથી તેને પોતાની ભૂલની ખબર પડે.

આ પ્રેક્ટિસ સેન્ટરો પર થનારી મોક પરીક્ષાઓમાં સ્લોટ મેળવવા માટે વિદ્યાર્થીઓએ મોબાઈલ એપ અથવા નેશનલ ટેસ્ટિંગ એજન્સીની સત્તાવાર વેબસાઈટ પર દ્વારા રજિસ્ટર કરાવવાનું રહેશે. રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને જ મોક પરીક્ષામાં બેસવાની તક મળશે. પરિણામ આવ્યા બાદ સેન્ટરના ટીચર વિદ્યાર્થીઓને તેની ભૂલ સમજાવશે અને તેને સુધારવામાં મદદ કરશે.

એનટીએ મોબાઇલ એપ અને વેબસાઈટને ૧ સપ્ટેમ્બરના લોન્ચ કરશે અને તે જ દિવસે એજન્સી ેંય્ઝ્ર-દ્ગઈઈ્‌ ૨૦૧૮ અને ત્નઈઈ-સ્ટ્ઠૈહ માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરશે. આ રજિસ્ટ્રેશન ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here