મૌની રોયને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી

0
413

પ્રથમ ફિલ્મ ગોલ્ડને બોક્સ ઓફિસ પર રેકોર્ડ સફળતા મળ્યા બાદ મૌની રોયની બોલબાલા સતત વધી રહી છે. તેની પાસે નવી નવી ફિલ્મો આવી રહી છે. અક્ષય કુમાર પોતે પણ તેની એક્ટિંગ કુશળતાથી ભારે પ્રભાવિત રહ્યો છે. તે કહી ચુક્યો છે કે મૌની બોલિવુડમાં અનેક ફિલ્મોમાં ટુંકાં સમયમાં જ કામ કરી લશે. નાના પરદાની નાગિન એટલે કે મૌની રોય બોલિવુડમાં દિન પ્રતિદિન લોકપ્રિયતા મેળવી રહી છે.  તેની  પાસે હવે મોટી મોટી ફિલ્મો આવી રહી છે. તેની કિસ્મત હાલમાં લોકપ્રિયતાની ચરમસીમા પર છે. એક અભિનેત્રી તરીકે તેની પ્રથમ ફિલ્મ  હાલમાં જ રજૂ  થઇ છે ત્યારે તેની ત્રીજી ફિલ્મ પણ બનવા લાગી ગઇ ેછે. પ્રાપ્ત અહેવાલ મુજબ મૌની રોય હવે મેડ ઇન ચાઇનામાં રાજકુમાર રાવની સાથે નજરે પડનાર છે. મૌની નિર્દેશક દિનેશ વિજનની આગામી ફિલ્મ મેડ ઇન ચાઇનામાં મુખ્ય રોલ કરનાર છે.તે ફિલ્મમાં રાજકુમાર રાવની સાથે મુખ્ય અભિનેત્રી તરીકે રહેનાર છે. આ એક કોમેડી ફિલ્મ રહેશે. જેમાં રાજકુમાર રાવ એક ગુજરાતી બિઝનેસમેનની ભૂમિકા અદા કરનાર છે. જે પોતાના બિઝનેસને શરૂ કરવા માટે ચીન જાય છે. ત્યારબાદ તેની સાથે અનેક ફની ઘટના બનતી રહે છે. મૌની રોય ફિલ્મની મુખ્ય અભિનેત્રી તરીકે છે.  પરંતુ તેની  ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે બાબત હજુ સુધી જાણી શકાઇ નથી. મૌની રોય તરફથી હજુ સુધી ફિલ્મને લઇને કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. મૌની રોય મુળભુતરીતે મોટા પરદા પર  ફિલ્મ રણ અને તુમ બિન-૨ના ગીતમાં ખાસ રીતે નજરે પડી ચુકી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here