હું મુખ્યત્વે રંગભૂમિનો કલાકાર છું : સિદ્ધાર્થ રાંદેરિયા

1732

ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બે દિગ્ગજ અભિનેતાઓ સિદ્ધાર્થ રાંદેરિયા અને મનોજ જોષી સૌપ્રથમ વખત એકસાથે દેખાશે.જયંત ગીલાટર દ્વારા નિર્દેશિત ફિલ્મ ’નટસમ્રાટ’માં સિદ્ધાર્થ રાંદેરિયા પહેલીવાર અનોખા અંદાજમાં જોવા મળશે તેમની સાથે હાલમાં થયેલ ઇન્ટરવ્યૂમાં તેમણે ફિલ્મ વિષેની ઘણી રસપ્રદ વાતો જણાવી હતી

‘નટસમ્રાટ’ની કહાની કેટલી મજબૂત છે?

સંઘત મજબૂત છે અને તેનો પુરાવો એ છે કે ૧૯૬૦માં લખાયેલી નાટક અને ૨૦૧૮ સુધી જે એનું કવચ જણવાય રહે,તેમાં મોટો દમ કેવાય અને જબરજસ્ત વાર્તા છે અને તેના પરથી ઘણું પ્રેરિત થયું છે બાગબાન અલસો આઈડિયા ફ્રોમ નટસમ્રાટ મારુ ગુજરાતી નાટક ’અમારી દુનિયા,તમારી દુનિયા’તેના પરથી પ્રેરિત છે એટલે આ કથામાં ઘણી તાકાત છે!

મનોજ જોષી સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો આમતો તમે એક-બીજાને ઓળખો છો?

ખુબજ સારો અનુભવ રહ્યો એક-બીજાને આમતો જાણીએ જ છીએ વર્ષોથી પણ તકથા પર કે ફિલ્મમાં નથી કામ કર્યું,અને આ એક એવો સબ્જેક્ટ મળ્યો જેમાં બંનેઓએ કઈક કરવાનો જેમકે જુગલબંધી જોવા મળે એવી આ સ્ક્રિપ્ટ છે, હું ખુબજ આભારી છું પ્રેક્ષકોનો,દર્શકોનો કે જેમણે મને એટલો સપોર્ટ આપ્યો ૬૦માં વર્ષે પિક્ચરમાં આવ્યો તો પણ સ્વીકારી લીધો અને સફળતા પણ બતાવી,હું મુખ્યત્વે રંગભૂમિનો કલાકાર છું પણ ખરેખર લોકોએ સારો પ્રતિસાદ આપ્યો અને આ વખતે ખુબજ જુદા કિરદારમાં આવી રહ્યો છું જેમની ઘણા સમયથી ઘણા લોકોની માંગ હતી કે એક અભિનેતા તરીકે સિદ્ધાર્થભાઈને જોવા છે માત્ર ગુજ્જુભાઈ તરીકે નહીં તો એવી આ તક મને મળી છે!

ગુજરાતી ઓડિયંસે ગુજરાતી ફિલ્મોને  સપોર્ટ કરવાની જરૂર છે?

ખુબજ વધારે પચાસ કરડોની વસ્તીમાંથી સત્તર લાખ લોકો ફિલ્મ નિહાણે છે એટલે ખુબજ નાનો આકડો છે અને જરૂર છે પ્રેક્ષકોની!

લોકો ’નટસમ્રાટ’ને કેટલી પસંદ કરશે?

જરૂર કરશે હદય સ્પર્શી વાર્તા છે માનવીય સંબધોની વાત છે દોસ્ત,બધાને સ્પેર્શે તેવી વાત છે,બાપ-દીકરાની વાત છે,સાસુ બહુની છે,દાદા અને પૌત્રીની વાત છે આવી ફિલ્મ ઘણા સમય બાદ આવી છે બાકી તો ચાર દોસ્તારોની વાત,કોલેજની વાત છોકરીઓની છેડછાડની વાત આવી,પરંતુ ક્યાંક વિચાર પ્રેરિત ’નટસમ્રાટ’ છે અને હું એટલું કહીશ કે જોયા પછી ઘરે લઈ જવા જેવી ફિલ્મ છે મગજ અને હદયમાં વસાવીને રાખવા જેવી આ ફિલ્મ છે!

ખુબજ ઓછી ફિલ્મો કરો છો,અને હિટ ફિલ્મોમાં કામ કરો છો સારી ફિલ્મ પ્રતિ તમારો દ્રષ્ટિકોણ કેવો છે?

મારુ લક્ષ્ય એજ છે સારી ફિલ્મો અને વિવિધ કથાવાળી ફિલ્મો કરવી ગુજ્જુભાઈની પોતાની એક બ્રાન્ડ છે એ ફિલ્મો તો બનતી જ રહેશે,એટલે જ હું બે અઢી વર્ષનો ફિલ્મનો ગેપ રાખું છું એવું નથી કે ગુજ્જુભાઈ દર વર્ષે આવે છે અને ગુજ્જુભાઈની યોગ્ય સ્ટોરી લાગે ત્યારે જ બનાવીએ છીએ,અને અઢળક પૈસા ખર્ચીને ફિલ્મ બનાવી છીએ,હવે મારો અભિગમ એ જ રહેશે જુદી-જુદી સારી કહાની અને દર્શકોને મનોરંજન મળી રહે તેવી ફિલ્મ કરીશ!

જયંત ગિલાટર સાથે આ તમારી પહેલી ફિલ્મ છે તેમનું નિર્દેશન કેવું લાગ્યું?

હી ઇસ એક્ટર એન્ડ ડિરેક્ટર એટલે એ તમારી સાથે બધીજ રીતની ચર્ચા કરે છણાવટ કરે,તમારો અભિપ્રાય પણ લે,તે વિષે વિચાર પણ કરે,અને ફિલ્મ માટે જે કઈ શ્રેષ્ઠ થઈ શકે તેવા પ્રયત્નો કર્યા કરે,અને એ ખુબજ જરૂરી હોય છે ક્યારેક ડિરેક્ટર જંગી થઈ જાય તો ફિલ્મને હાની પણ પહુચાડી શકે તેવું હું માનું છું,પણ જ્યારે ડિરેક્ટર ઓપન હોય આઈ લીસન ટૂ ઈવેરીબડી કે મેક-અપ મેન પણ હોય કે સેટિંગ વાળો હોયને કારણ કે તેઓ ઓથપોથ છે વાર્તામાં અને જ્યારે તેઓ સજેશન આપે છે ત્યારે તેની સાથે સંકળાયેલા હોવાંના કારણે આપે છે ઉત્સાહથી અને જયંતભાઈએ સ્ક્રીનપ્લેમાં ખુબજ તકેદારી લીધી છે પોસ્ટ પ્રોડક્શનમાં પુષ્કાળ મહેનત કરી છે ચાર પાંચ મહિનાથી બેસી-બેસીને તેમને આટલી કથાવસ્તુ,અને તેમને જુદી કેવી રીતે બનાવવી મરાઠીમાંથી તેના માટે પણ પૂર્ણ પ્રયત્ન કર્યા છે!

Previous articleસની લિયોન કલાક સુધી શો રૂમમાં લોક રહી
Next articleઅમદાવાદમાં શરૂ થઇ ગોલ્ફ એકેડમી, નવોદિત ખેલાડીઓને મળશે તક