એશિયન ગેમ્સમાં પુરુષ હોકી સેમીફાઇનલમાં હાર્યું ભારત, મલેશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ૭-૬થી હરાવ્યું

0
659

જકાર્તાઃ ૧૮મી એશિયન ગેમ્સમાં પુરુષ હોકીના સેમીફાઇનલમાં મલેશિયાએ ભારતને હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

ફુલટાઇમ સુધી ૨-૨થી બરાબરી પર રહેલા મુકાબલાને મલેશિયાએ પેનલ્ટી શૂટઆઉટમાં ૭-૬થી ભારતને હરાવી દીધું. આ હાર સાથે ભારતીય ટીમનું સતત બીજી વખત અને કુલ ૧૩મી વખત ફાઇનલ રમવાનું સપનું તૂટી ગયું.

આ પહેલા હોકી ટીમે ૨૦૧૪ ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

૩૩મી મિનિટમાં હરમનપ્રીત સિંહે પહેલો ગોલ કર્યો. ત્યારબાદ વરૂણ કુમારે ૪૦મી મિનિટમાં બીજો ગોલ કર્યો. બંને ગોલ પેનલ્ટી કોર્નર પર આવ્યા. મલેશિયા માટે પહેલો ગોલ ફૈઝલે ૪૦મી મિનિટે જ કર્યો અને રહીમે બીજો ગોલ ૫૯મી મિનિટે કર્યો. ફુલટાઇમ સુધી ભારતને ૭ પેનલ્ટી કોર્નર મળ્યા, જેમાં તેણે ૨ ગોલ કર્યા. જ્યારે મલેશિયા ૬ પેનલ્ટી કોર્નરમાંથી ૧ જ ગોલ કરી શક્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here