ઈંગ્લીશ દારૂની ૩૦૦ બોટલ ભરેલી કાર ઝડપાઈ : શખ્સ ફરાર

0
1088

શહેરના મેઘાણીસર્કલ પાસેથી ઘોઘારોડ પોલીસે પૂર્વ બાતમી રાહે વોચમાં રહી ઈંગ્લીશ દારૂ ભરી પસાર થતી ફ્રન્ટી કારને ઝડપી લીધી હતી. જ્યારે કારનો ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ, શહેરના મેઘાણીસર્કલ, સાંઈબાબા મંદિર પાસેથી ઘોઘારોડ પોલીસ સ્ટાફે બાતમી રાહે વોચ રહી ત્યાંથી પસાર થતી મારૂતી ફ્રન્ટી કાર નં.જીજે૧ એપી ૩૮૩૦ને અટકાવતા કાર ચાલક નાસી છુટ્યો હતો. જ્યારે પોલીસે કારની તલાશી લેતા જેનાથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી મળી કુલ ૩૦૦ બોટલ દારૂની મળી આવી હતી. પોલીસે દારૂ-કાર મળી કુલ રૂા.૮૪ હજારનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર શખ્સ વિરૂધ્ધ પ્રોહિ. મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here