ઈગ્લીંશ દારૂ ભરેલી અતુલ રીક્ષા સાથે બે શખ્સો જબ્બે

0
1226

શહેરનાં પ્રેસ રોડ પાસે રહેતા અને શિશુવિહાર નજીક રહેતા શખ્સને વરતેજ પોલીસ સ્ટાફે ઈગ્લીંશ દારૂ ભરેલી રીક્ષા સાથે ઝડપી લઈ ધોરણસર કાર્યવાહી કરી હતી.

વરતેજ પો.સ્ટેશનમાં પો.સબ. ઈન્સ. આઈ.ડી.જાડેજા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન પો.કોન્સ. દેવેન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ. વિશ્વરાજસિંહ વાઘેલાને મળેલ સંયુક્ત બાતમી આધારે થ્રી વ્હીલ અતુલ ટેમ્પો જેના નંબર જી.જે.૪ એ.યુ ૨૯૪૬માંથી ઈગ્લીંશ દારૂની બોટલો નંગ ૧૫૫ કી.રૂા.૪૬,૫૦૦ તથા થ્રી વ્હીલ અતુલ ટેમ્પોની કી.રૂા.૫૫,૦૦૦ ગણી કુલ કી.રૂા.૧,૦૧,૫૦૦ના મુદ્દામાલ સાથે આરોપી અનીલભાઈ દીનેશભાઈ ટેભાણી રહે. વૈશાલી ટોકીઝ પાસે પ્રેસ રોડ ભરવાડ વાડા પાસે રહેતો હોવાનું જણાવેલ અને ટેમ્પામાં બેસેલ ઈમરાનભઆઈ ઉર્ફે ખલી ઉર્ફે બોબડો હારૂનભાઈ કાલવા રહે. શીશુવિહાર સર્કલ ખોડીયાર સોસાયટી પ્લોટ નં.૫૩૯ વાળાને પકડી ધોરણસર ગુનો રજી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here