ડોલર સામે રૂપિયો વધુ ૧૫ પૈસા ગગડ્યો : અવમુલ્યનનો દોર જારી

1790

ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. આજે ભારતીય રૂપિયો સતત બીજા દિવસે રેકોર્ડ નીચી સપાટી ઉપર બંધ રહ્યો હતો. આયાતકારો તરફથી ડોલર માટેની અવિરત માંગ રહેતા રૂપિયામાં ઘટાડો રહ્યો છે. ઉપરાંત ક્રૂડ ઓઇલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે જેની અસર રૂપિયા ઉપર જોવા મળી રહી છે. આજે ૧૫ પૈસા ઘટીને રૂપિયો ૭૦.૭૪ની રેકોર્ડ નીચી સપાટીએ રહ્યો હતો. રૂપિયો આજે સવારે બુધવારના બંધ આંકની સામે ૭૦.૬૪ની નીચી સપાટીએ ખુલ્યો હતો. સરકારનું કહેવું છે કે, ડોલર સામે રૂપિયો ટુંકમાં જ સ્થિર થઇ જશે.

ડોલર સામે રૂપિયામાં ઘટાડાનો દોર જારી રહ્યો છે. તુર્કીશ ચલણ લીરા અને ચીની ચલણના કારણે ભારતીય રૂપિયામાં દબાણની સ્થિતી રહી છે. જાણકાર લોકો કહી રહ્યા છે કે ડોલરની સામે રૂપિયો હવે ટુંકમાં સ્થિર થઇ જશે. ગઇકાલે બુધવારના દિવસે વેપાર કારોબારના અંતે રૂપિયો ૪૯ પૈસા ઘટીને બંધ રહેતા ખળભળાટ મચી ગયો હતો. ડોલર સામે રૂપિયો ઘટીને ૭૦.૫૯ની રેકોર્ડ નીચી સપાટીએ બંધ રહ્યો હતો. અમેરિકી ડોલર માટેની જોરદાર માંગણી જોવા મળી હતી. ડોલર માટેની માંગણી બેંકો અને આયાતકારો તરફથી અવિરત રહી હતી. બેંકો અને આયાતકારો તરફથી ડોલર માટેની માંગણી અકબંધ રહી હતી. ઓઇલ રિફાઈનરી માટેની માંગ અકબંધ રહી હતી. ક્રૂડ ઓઇલની ઉંચી કિંમત જોવા મળી રહી છે.આયાતકારો તરફથી મહિનાના અંતમાં ડોલર તરફથી  માંગ જોવા મળે છે. ક્રૂડ ઓઇલની કિંમતમાં પણ છેલ્લા કેટલાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં વધારો થઇ રહ્યો છે. આના પરિણામ સ્વરુપે રૂપિયા ઉપર દબાણ આવી રહ્યું છે. રૂપિયાના અવમૂલ્યાનના સંદર્ભમાં પુછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આર્થિક બાબતોના સેક્રેટરી એસસી ગર્ગે આજે કહ્યું હતું કે, ડિમાન્ડ અને સપ્લાયમાં અંતરના પરિણામ સ્વરુપે આ સ્થિતિ સર્જાઈ છે પરંતુ રૂપિયો ટૂંકમાં સ્થિર થઇ જશે. પ્રથમ ત્રણ મહિનામાં દેશમાંથી વિદેશી રોકાણકારોએ નવ અબજ ડોલર પાછા ખેંચી લીધા હતા. જાણકાર લોકોનું કહેવું છે કે, છેલ્લા થોડાક સેશનમાં આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રૂડની કિંમતમાં વધારો થયો છે. આના લીધે પણ રૂપિયા ઉપર તીવ્ર દબાણ આવ્યું છે. લોકલ કરન્સીમાં ઘટાડો થવા માટે સ્થાનિકની સાથે સાથે બહારના પરિબળો પણ જવાબદાર છે.

Previous articleનીરવ મોદીએ એક જ હીરામાં વિશ્વભરમાંથી ૨૧.૩૮ કરોડ ડોલરની લીધી લોન
Next articleજો રિપબ્લિકન પાર્ટી ચૂંટણી હારશે તો દેશમાં હિંસા ભડકશે : ટ્રમ્પ