નોટબંધી સરકારનો ફ્‌્‌લોપ શો : રાહુલ

1162

રાહુલ ગાંધીએ આજે નોટબંધી અને લઇને મોદી સરકાર ઉપર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ નોટબંધી બાદ આરબીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, નોટબંધી જાણી જોઇને ગરીબોના પગ પર કુહાડો મારવાના હેતુસર લાગૂ કરવામાં આવી હતી.

નોટબંધીને ફ્લોપશો તરીકે ગણાવીને રાહુલે મોદી સરકાર ઉપર પ્રહારો કર્યા હતા.

રાહુલે કહ્યું હતું કે, મોદીએ પોતાના  ૧૫-૨૦ ઉદ્યોગપતિઓને લાભ પહોંચાડવાના હેતુસર દેશના યુવાનો, મહિલાઓ, ખેડૂતો અને નાના કારોબારીઓના ખિસ્સામાંથી  પૈસા ઉપાડી લીધા હતા. રાહુલે કહ્યું હતુ ંકે, રાફેલ ડિલને લઇને નાણામંત્રી અરુણ જેટલી પ્રશ્નો કરી રહ્યા છે જ્યારે સંયુક્ત સંસદીય સમિતિ બનાવવાને લઇને જેટલી મૌન રહ્યા છે.  દેશના લોકો જાણવા માંગે છે કે, નરેન્દ્ર મોદી અને અનિલ અંબાણી વચ્ચે કયા પ્રકરની સમજૂતિ થઇ છે. રાહુલે ઉમેર્યું હતું કે, નોટબંધી દરમિયાન વડાપ્રધાને જાહેરાત કરી હતી કે, કાળા નાણા, ટેરર ફંડિંગ અને બોગસ નોટોની સમસ્યાનો અંત આવી જશે પરંતુ આવું કંઇ પણ થયું નથી. રાહુલે ઉમેર્યું હતું કે, તેઓ ભારતના કારોબારીઓ અને યુવાનોને કહેવા માંગે છે કે, મોદીએ નોટબંધી કેમ કરી હતી. તેમણે પોતાના ૧૫થી ૨૦ ઉદ્યોગપતિઓની પાસે નોનપર્ફોર્મિંગ એસેટના મામલે આ નિર્ણય લીધો હતો.

મોદીએ દેશની પ્રજાના પૈસા લઇને સીધીરીતે ભારતમાં સૌથી મોટા ક્રોનિક મૂડીવાદીના ખિસ્સામાં પૈસા મુકી દીધા હતા. રાહુલે કહ્યું હતું કે, નોટબંધી મોટા કારોબારીઓને રસ્તો આપવાના હેતુસર કરવામાં આવી હતી. રાહુલે એમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાને નોટબંધી ભુલથી કરી નથી પરંતુ જાણી જોઇને આ પગલું લીધું હતું.

ભારતના એવા ઉદ્યોગપતિઓ જે લોકોએ માર્કેટિંગ માટે પૈસા ચુકવ્યા હતા તેમને લાભ આપવા માટે આ નિર્ણય લેવાયો હતો. જેટલી અને મોદીએ મળીને દેશના અર્થતંત્રને બરબાદ કરી દીધું છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, મનમોહનસિંઘે દેશને ચલાવી બતાવ્યું હતું. યુપીએના ગાળામાં એનપીએનો આંકડો અઢી લાખ કરોડનો હતો જે આજે વધીને ૧૨ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. મોદીએ પોતાના મિત્રોની સુરક્ષા કરી છે. રાહુલે મોદી અને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે, નોટબંધીના સમયે મોદીના મિત્રોએ કાળા નાણાને સફેદ નાણાં ફેરવવા માટેનું કામ કર્યું હતું. અમિત શાહ જે બેંકમાં ડિરેક્ટર છે તેમાં ૭૦૦ કરોડ રૂપિયા એ બેંકમાં બદલવામાં આવ્યા હતા. આને એક કૌભાંડ તરીકે કહી શકાય છે. મોદી સાચુ કહે છે કે, ૭૦ વર્ષમાં જે કોઇ કરી શક્યા નથી તેઓ પોતે કરીને બતાવી રહ્યા છે. દેશના અર્થતંત્રને અભૂતપૂર્વ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. રાહુલે એમ પણ કહ્યું હતું કે, અનિલ અંબાણી દરેક જિલ્લામાં કોંગ્રેસી નેતાઓ ઉપર માનહાનિના કેસ કરી રહ્યા છે. પરંતુ આનાથી વાસ્તવિકતા બદલાઈ જશે નહીં. સંયુક્ત સંસદીય સમિતિ અંગે કોઇ વાત કરી રહ્યા નથી. અરુણ જેટલી ફસાઈ ગયા છે. કારણ કે, આદેશ તો મોદીને જ આપવાનો છે. અનિલ અંબાણીની કંપનીએ ક્યારે પણ વિમાનો બનાવ્યા નથી. ૪૫૦૦૦ કરોડના દેવામાં છે. કોન્ટ્રાક્ટ મળવાના થોડાક દિવસ પહેલા જ કંપની ખુલી હતી જ્યારે એચએએલ ૭૦ વર્ષથી વિમાન બનાવે છે.

Previous articleનોટબંધીથી સરકારના તમામ હેતુ પૂર્ણ : જેટલી
Next articleહાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ ૭ વર્ષના ઉંચા સ્તરે