હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ ૭ વર્ષના ઉંચા સ્તરે

1456

 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવેલા વાર્ષિક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, અર્થતંત્રમાં મૂડીરોકાણ માટે ફંડના સૌથી મહત્વપૂર્ણ ગણાતા સોર્સ એવા હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ સેવિંગ્સ અથવા તો ઘરમાં કરવામાં આવતી નાણાંકીય બચતમાં વધારો થયો છે  ૨૦૧૬-૧૭માં ગ્રોસ નેશનલ ડિસ્પોઝેબલ ઇન્કમના ૯.૧ ટકાની આસપાસનો હતો જે હવે વધીને ૧૧.૧ ટકા થયો છે. જો કે, રોકડના સ્વરુપમાં આ વધારો ખુબ વધારે છે. બેંક ડિપોઝિટના સ્વરુપમાં બચત સાત વર્ષમાં તેમની ઉંચી સપાટી પર છે. આ આંકડો જીએનડીઆઈના ૨.૯ ટકાની આસપાસ છે. રોકડના સ્વરુપમાં ૨.૮ ટકા સુધીનો વધારો થયો છે. અત્રે નોંધનીય છે કે, આરબીઆઈએ ગઇકાલે વાર્ષિક અહેવાલ જારી કર્યો હતો જેમાં નોટબંધીના સંદર્ભમાં પણ વાત કરવામાં આવી હતી. જો કે, આ અહેવાલ સરકાર માટે રાહત લઇને આવે છે. રોકડના સ્વરુપમાં આવકમાં વધારો થયો છે. ફાઈનાન્સિયલ સેવિંગ્સમાં સાત વર્ષની ઉંચી સપાટી જોવા મળી રહી છે. રોકડના સ્વરુપમાં પણ વધારો થયો છે. જો કે, બેંક ડિપોઝિટના સ્વરુપમાં આવક ઘટી ગઈ છે. આવી સ્થિતિમાં એમ સ્પષ્ટપણે કહી શકાય છે કે, રોકડના સ્વરુપમાં લોકો હજુ વધુ મહત્વ આપી રહ્યા છે. આરબીઆઈએ પોતાના અહેવાલમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે, અર્થતંત્રમાં મૂડીરોકાણ માટે ફંડના સૌથી મહત્વપૂર્ણ સોર્સ તરીકે હાઉસ હોલ્ડ ફાઈનાન્સિયલ બચત છે.

Previous articleનોટબંધી સરકારનો ફ્‌્‌લોપ શો : રાહુલ
Next articleએક જ રાજ્યમાં લઈ શકાશે એસસી/એસટી અનામતનો લાભ : સુપ્રીમનો આદેશ