સંબિત પાત્રાએ રાહુલ ગાંધીને કહ્યાં ‘ચાઈનીઝ ગાંધી’

1007

 રાહુલ ગાંધીની માનસરોવર યાત્રાને  લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે. રાહુલ ગાંધી દ્વારા ચીનના રસ્તે માનસરોવર જવાના નિર્ણય પર સવાલ ઉઠ્યા છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ રાહુલ ગાંધીની માનસરોવર યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો રાહુલ ગાંધીને ચીન વિશે જાણવું હતું તો તેઓ એનએસએ સાથે વાત કરી શકતા હતાં.

અમારા માસ્ટર તો નરેન્દ્ર મોદી છે, પરંતુ રાહુલના માસ્ટર કોણ છે, તે અંગે હજુ ખબર નથી. સંબિત પાત્રાએ એક વીડિયો શેર કરતા કહ્યું કે રાહુલ ગાંધી સૌથી પહેલા એ જાણકારી આપે કે તેઓ ચીનમાં કોની કોની સાથે મુલાકાત કરવાના છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ચીન પ્રત્યે પ્રેમ છે. એટલું જ નહીં પરંતુ સંબિત પાત્રાએ દાવો કર્યો કે રાહુલ ગાંધીએ રાતના અંધારામાં ચીની રાજદૂત સાથે મુલાકાત કરી છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોને સંબોધતા સંબિતે રાહુલ ગાંધીને ચાઈનીઝ ગાંધી કહીને બોલાવ્યાં.

સંબિત પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી એક ભારતીયની જેમ નહીં પરંતુ એક ચીની પ્રવક્તાની જેમ વ્યવહાર કરે છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને ભારત સરકાર પર નહીં પરંતુ ચીનની સરકાર પર વિશ્વાસ છે.

Previous articleલાલુ યાદવ વિરુદ્ધ પ્રોડક્શન વોરન્ટ નિકળ્યું
Next articleએશિયન ગેમ્સમાં ગોલ્ડ મેળવનાર સરિતાને મુખ્યમંત્રીએ એક કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી