એશિયા કપમાં હાર્દિક પાકિસ્તાનને ભારે પડશે : જોન્સન

0
652

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બૉલર મિશેલ જોન્સનનું માનવું છે કે ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એશિયા કપમાં પાકિસ્તાન સામેની મેચમાં ચિર પ્રતિદ્વંદ્વીને ભારે પડી શકે છે. ૧૯ સપ્ટેમ્બરે રમાનારી મેચમાં પંડ્યાની ભૂમિકાથી પાકિસ્તાન પરેશાન થઇ શકે છે.

એશિયા કપ આ વખતે ૫૦ ઓવરોના ફોર્મેટમાં રમાવાનો છે, આ ટૂર્નામેન્ટ ૧૫ સપ્ટેમ્બરથી શરૂ થશે, આ માટે ભારતીય ટીમનું સિલેક્શન ૧લી સપ્ટેમ્બરે કરવામાં આવશે.

ભારત પોતાની પહેલી મેચ ૧૮ સપ્ટેમ્બરે ક્વૉલિફાઇંગ ટીમની સામે રમશે અને ત્યારબાદ બીજા દિવસે પાકિસ્તાન સામે ટકરાશે.

એશિયા કપમાં સ્ટાર સ્પોટ્‌ર્સના વિશેષજ્ઞ કૉમેન્ટેટર મિશેલ જોન્સને કહ્યં કે, ‘પાકિસ્તાન વિરુદ્ધ યુએઇની પિચોને ધ્યાનમાં રાખતા મને લાગે છે કે ઉમેશ યાદવ અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓની ભૂમિકા ખાસ બની રહેશે. તેમને કહ્યું કે, પંડ્યા હાલ ઇંગ્લેન્ડમાં સારુ પ્રદર્શન કરી રહ્યો છે. તે ત્યાંની પરિસ્થિતિનો સારો ઉપયોગ કરી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here