શહેરનાં આંગણે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુર્હુત અને લોકાર્પણ કાર્યક્રમો યોજાયા

0
312

ભાવનગર જિલ્લાના શહેરી વિસ્તારમાં વિવિધ વિકાસના કાર્યોનું ખાતમુર્હત અને લોકાર્પણ કરતાં મહિલા અને બાળકલ્યાણ, શિક્ષણ (પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ) અને યાત્રાધામના રાજ્યકક્ષાના મંત્રી વિભાવરીબેન દવે અને મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવ્યુ હતું.

વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ કાર્યક્રમમાં વિધીવત પુજા અર્ચના કરવામાં આવી હતી. તેમજ મંત્રી તથા હાજર મહાનુભાવો દ્વારા દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમને વિધીવત ખુલ્લો મુકવામાં આવેલ હતો. ભાવનગર જિલ્લાના મહાનગરપાલિકા વિસ્તારમાં એરપોર્ટ રોડ પર જોગસપાર્ક અને વી.પી.સોસાયટી પાસે આવેલ અંબિકા પાર્કમાં આર.સી.સી રોડ બનાવવાનુ તથા પ્રિકાસ્ટ પેવિંગ બ્લોક સપ્લાય અને ફીટીંગ કરવાના કામો માટે મંજુર થયેલ ખર્ચ (અંદાજીત) રૂ. ૨૬,૦૦,૦૦૦/- તથા ઘોઘા રોડ મંત્રેશ કોમ્પલેક્ષ થી એરપોર્ટ રોડ બાલા હનુમાન મંદિર સુધીના રસ્તે સેન્ટ્રલ સ્ટ્રીટલાઇટનુ કામનો અંદાજીત ખર્ચ રૂ. ૧૯.૦૫ લાખ થયેલ છે. તેમજ ભાવનગર મહાનગરપાલિકાના ટી.પી સ્કીમ નં.૩ (રૂવા)ના પ્લોટ નં. ૧૧૦ અર્બન કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના બાંધકામ અંગેના ખાતમુર્હત મંત્રી વિભાવરીબેન દવે તથા મહાનુભાવો દ્વારા કરવમાં આવ્યુ હતું.

આ કોમ્યુનીટી હેલ્થ સેન્ટરના બાંધકામનો અંદાજીત ખર્ચ રૂ. ૨.૮૪ કરોડનો થનાર છે. આમ કુલ રૂ. ૩.૨૧ કરોડના વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુર્હત અને લોકાર્પણ મંત્રી અને મહાનુભાવો તથા ભાવનગરની જનતાની હાજરીમાં કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં સાંસદ ભારતીબેન શિયાળ, મેયર, કમિશ્નર એમ એ ગાંધી, ડેપ્યુટી મેયર, પૂર્વ મેયર, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન, પદાધિકારીઓ, અધિકારીઓ, કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here