સરકારની ટીકા કરનાર સામે રાષ્ટ્રદ્રોહ લાગી શકે નહિ : કાયદા પંચ

0
620

દેશના કાયદા પંચે ઠરાવ્યું છે કે, સરકારની નીતિઓની ટીકા કરવી કે તેનો વિરોધ કરવો તે દેશદ્રોહ નથી. વાણી સ્વાતંત્ર્ય બંધારણીય અધિકાર છે. જે વ્યકિતના વિચારો સરકારની નીતિ સાથે મેચ ન થતાં હોય તેની સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકી શકાય જ નહીં.

દેશની જનતાને પુરી આઝાદી છે કે, તેઓ જે ફાવે તે પ્રકારે પોતાના દેશ પ્રત્યે પોતાના પ્રેમની અભિવ્યકિત કરી શકે છે. કાયદા પંચે કહ્યું છે કે, લોકતંત્રમાં ‘એક જ પુસ્તક થકી ગાવું’ તે દેશભકિતનું બેન્ચમાર્ક નથી. સરકારની નીતિનો વિરોધ કરનાર સામે રાષ્ટ્રદ્રોહનો આરોપ મુકાઈ શકે જ નહીં.ઈન્ડીયન પીનલ કોડ હેઠળ આવતા રાષ્ટ્રદ્રોહ કાયદા (૧૨૪-એ) પર લાવવામાં આવેલા સુચનો મહત્વના છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here