એલઆઈસીના ૬ર વર્ષ પૂર્ણ થતા એક અઠવાડીયા સુધી ઉજવણી

1243

ભારતીય જીવન વીમા નીગમને ૧ લી સપ્ટેમ્બરે ૬ર વર્ષ પૂર્ણ થાય છે તે નિમિત્તે ગાંધીનગર મંડલ સતત એક અઠવાડીયા સુધી તેની ઉજવણી કરશે તેમ એલઆઈસી ગાંધીનગર મંડલના સિનીયર ડીવીજન મેનેજર કે. આર. બાલાસુબ્રમણ્યમે માહિતી આપતા જણાવ્યું હતું.

તેના માર્કેટીંગ મેનેજર મધુકર અસ્થાનાએ ઉજવણીના અઠવાડીયાની માહિતી આપતા જણાવ્યુ હતું કે દોલારાણા વાસણા ખાતે ફ્રી મેડિકલ કેમ્પની ઉજવણી, સેકટર – ર૩ ની સરકારી પ્રાથમિક શાળામાં ટ્રી પ્લાન્ટેશન, કોમર્શ કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓ, સેકટર – ૧૩ સરકારી પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા જેવા કાર્યક્રમો રખાયા છે. આ ઉપરાંત અંધશાળા, સેકટર – ૧૬ ને તેમની જરૂરિયાત મુજબ એલઆઈસી મદદ કરશે. અઠવાડીયાના ઉજવણીની શરૂઆત આઈએએસ સંજીવકુમારના હસ્તે કરવામાં આવી હતી.

સિનીયર ડીવીઝન મેનેજરે વધુમાં જણાવ્યું હતું કે, ગાંધીનગર મંડલ ૧રર કરોડના પ્રિમિયમ સાથે ગુજરાતમાં પ્રથમ નંબરે છે. જેના હેઠળ કુલ છ જિલ્લાનો સમાવેશ થાય છે. સિનિયર માર્કેટીંગ મેનેજરે કેન્સર સામેની પોલીસીની માહિતી આપી હતી તેમજ તેમની અક્ષય પેન્શન પોલીસીની પણ માહિતી પણ પત્રકારો સમક્ષ રજુ કરી હતી.

Previous articleઉચૈયાના સરપંચની જનસેવાની સર્વત્ર પ્રસંશા
Next articleસાળંગપુર હનુમાનજી મંદિરે દાદાને ચોકલેટનો અન્નકુટોત્સવ ધરાવાયો