હાર્દિક પટેલનાં સમર્થનમાં બોટાદમાં પાટીદારો દ્વારા ઉપવાસ આંદોલન શરૂ

0
551

હાર્દિક પટેલના ઉપવાસના સમરથન મા બોટાદમા પાટીદારો દ્વારા ઉપવાસ શરૂ કર્યા છે જયારે રામધૂન ના બદલે હવે સરદાર ધુન કરવામા આવશે કારણ રામના નામે ભાજપે આખા દેશને મૂરખ બનાવ્યા છે તેમજ હાર્દિક પટેલને મળવા ફકત એસપી સ્વામી ગયા જેથી અન્ય સંતો ભાજપના દલાલો છે તેમ પાસના ગોપાલ ઈટાળીયાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું તેમજ સમગ્ર જિલ્લામાં સાતમઆઠમ નો તહેવાર ઉપવાસ કરી ઉજવવાનુ પાટીદાર મહિલાઓએ  નકકી કર્યુ. પાસના કનવિનર હાર્દિક પટેલ અનામત અને ખેડુતો ના વિવિધ પરસનો ને લઈ તેના ઘરેથી આમરણાંત છેલ્લા આઠ દિવસથી શરૂ કર્યા છે જે પડધા સમગ્ર રાજયના પાટીદારોમા પડ્યા છે જેના ભાગરૂપે રાજયના મોટાભાગના ગામોમાં પાટીદારો દ્વારા ઉપવાસ, મુનડન સહિતના કાર્યક્રમો આપી રહ્યા છે ત્યારે બોટાદમા આજે સીતારામ નગરમા મોટી સંખ્યામાં પાટીદારો મહિલાઓ સહિત  હાર્દિક પટેલ ના સમરથન મા ઉપવાસ પર બેસીયા છે ત્યારે હવે પાટીદારો રામધૂન નહિ ગાય અને હવેથી દરેક જગ્યા પર સરદાર ધુન ગાવાનુ નકકી કરવામા આવ્યુ છે કારણ ભાજપ રામના નામે છેલ્લા ૨૫ વર્ષ થી લોકોને મૂરખ બનાવે છે જેથી હવેથી સરદાર ધુન બોલવામા આવશે તેમ ગોપાલ ઈટાળીયાએ જાહેરાત કરી હતી તેમજ હાર્દિક પટેલ છેલ્લા આઠ દિવસથી અનામત અને ખેડુતો ના પ્રસને આમરણાંત ઉપવાસ કરે છે પરંતુ અત્યાર સુધી ફકત એસ પી સ્વામીએજ મુલાકાત લીધી છે.

હાલ સાતમઆઠમ ના તહેવાર હોય અને હાર્દિક પટેલ પાટીદારો માટે અનામત તેમજ ખેડૂતો ના વિવિધ પરસનો ને લઈ આમરણાંત ઉપવાસ પર બેઠા છે ત્યારે જિલ્લાના તમામ પાટીદારો પણ કોઈપણ પ્રકારની મીઠાઈ નહિ બનાવે અને ઉપવાસ કરી તહેવાર મનાવવાની મહિલાઓએ જાહેરાત કરીને હાર્દિક પટેલ ના ઉપવાસને સમરથન આપ્યુ હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here