પેટ્રોલ-ડિઝલના ભાવવધારા પાછળ બાહ્ય પરીબળો જવાબદાર : પ્રધાન

0
868

કેન્દ્રિય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ફ્યુઅલની વધતી જતી કિંમતને લઈને અમેરિકી નીતિઓ અને આંતરરાષ્ટ્રીય બજારની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર વધતી જતી પેટ્રોલ અને ડિઝલની કિંમતને લઈને પોતે ચિંતિત છે અને ભાવ વધારાને કાબુમાં લેવા માટે તમામ પગલા લઈ રહી છે પરંતુ અમેરિકાની નીતિઓ, વિશ્વભરમાં જુદા જુદા દેશોમાં તેમના ચલણમાં અવમૂલ્યનના પરિણામ સ્વરૂપે આ અસર જોવા મળી રહી છે.

પેટ્રોલ અને ડિઝલના ભાવમાં વધારા માટે આ કારણો જવાબદાર રહેલા છે. ભારતીય રૂપિયાને પણ અસર થઈ છે. એક કાર્યક્રમના ભાગરૂપે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું હતું કે ફ્યુઅલની કિંમતમાં નિયમિત વધારો થઈ રહ્યો છે. બંને પરીબળો જેમાં ફ્યુઅલની ઉંચી કિંમતો અને રૂપિયાના અવમૂલ્યનના પરિણામ સ્વરૂપે અર્થતંત્રને અસર થઈ રહી છે. આ બંને પરીબળ બહારના પરીબળ છે. ભારતીય રૂપિયો અમેરિકી ડોલર સામે ૨૬ પૈસા ઘટીને ૭૧ની રેકોર્ડ નીચી સપાટીએ પહોંચ્યો છે. અમેરિકી ડોલર માટેની માંગણી અવિરત રહી છે. ક્રુડની વધતી કિંમતો આના માટે જવાબદાર છે. આજે પણ ફ્યુઅલની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હી અને મુંબઈ સહિત કેટલાક મેટ્રોપોલિટન શહેરોમાં પેટ્રોલ અન ેડિઝલની કિંમતો નવી રેકોર્ડ સપાટીએ પહોંચી હતી. પેટ્રોલની કિંમતમાં દિલ્હીમાં ૧૬ પૈસાન વધારો કરતા કિંમત ૭૮.૬૮ પ્રતિ લીટર થઈ હતી. જ્યારે ડિઝળની કિંમત લીટરદીઠ ૭૦.૪૨ થઈ હતી. દિલ્હીમાં ફ્યુઅલના રેટ અન્ય મેટ્રોની સરખામણીમાં ઓછા છે. મોટાભાગના રાજ્યોના પાટનગરોમાં વેટ અથવા તો સેલ ટેક્સના નીચા દર રહેલા છે. મુંબઈમાં આજે પેટ્રોલની કિંમત પ્રતિ લીટર ૮૬.૦૯ રૂપિયા અને ડિઝલની કિંમત ૭૪.૭૬ રહી હતી. ભાવ વધારાથી લોકો ભારે પરેશાન થયેલા છે અને નારાજ પણ દેખાઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here