૨૧ વર્ષ બાદ સંજય દત્ત સાથે માધુરીએ શૂટ કર્યો સીન!

0
651

માધુરી દિક્ષિત અને સંજય દત્ત એક સાથે ૨૧ વર્ષ બાદ કરણ જોહરની ફિલ્મ કલંકમાં સાથે કામ કરી રહ્યાં છે પરંતુ હવે જાણવા મળી રહ્યું છે કે બંને ફિલ્મનો હિસ્સો જરૂર છે પરંતુ તેઓ એકપણ સીનમાં સાથે જોવા નહી મળે. આ વાતથી તેમના ફેન્સ નિરાશ થયા હતાં તેવામાં એક અહેવાલ અનુસાર બંને સ્ટાર્સે તાજેતરમાં જ સાથે એક સીન શૂટ કર્યો છે.

તાજેતરમાં જ માધુરીને પૂછવામાં આવ્યું હતું કે સંજય સાથે લાંબા સમય બાદ ફિલ્મ કરવાનો કેવો અનુભવ રહ્યો. તો તેનો જવાબ ન આપવાનું યોગ્ય માનીને માધુરીએ જણાવ્યું હતું કે કલંક સંજય દત્ત ઉપરાંત વરુણ ધવન અને આલિયા ભટ્ટની પણ ફિલ્મ છે. કહેવામાં આવી રહ્યું હતું કે માધુરીએ સંજય દત્ત સાથે ફિલ્મમાં સીન ન હોવાના કારણે જ કરણ જોહરની ફિલ્મમાં કામ કરવાની સહમતિ આપી હતી.

સંજય દત્તના જીવનમાં માધુરીની મહત્વપૂર્ણ ભુમિકા રહી છે પરંતુ બંને જ સ્ટાર્સ આ વાત પર કોઇપણ ટિપ્પણી કરવા માટે તૈયાર નથી. તાજેતરમાં જ રિલિઝ થયેલી સંજય દત્તની બાયોપિક સંજૂમાં પણ માધુરીનો એક સીન હતો જેને માધુરીની વિનંતી પર દૂર કરી દેવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here