યુએસ ઓપન : રોજર ફેડરર હારતા મોટો અપસેટ સર્જાયો

1433

ન્યૂયોર્કમાં રમાઈ રહેલી યુએસ ઓપન ટેનિસ ચેમ્પિયનશીપમાં મોટો અપસેટ સર્જાયો છે. મહિલાઓના વર્ગમાં તમામ ટોપની ખેલાડીઓ બહાર થઇ ગયા બાદ હવે પુરુષ વર્ગમાં પણ મોટા અપસેટોની શરૂઆત થઇ છે. યુએસ ઓપનમાં હવે રોજર ફેડરરની હાર થઇ છે. અંતિમ ૧૬ની મેચમાં ઓસ્ટ્રેલિયાના જ્હોન મિલમૈન સામે તેની હાર થઇ હતી. પ્રથમ વખત આવું બન્યું છે જ્યારે ફેડરર યુએસ ઓપનની કોઇ મેચમાં ૫૦માં ક્રમાંકિત ખેલાડી સામે હાર થઇ છે. રોજર ફેડરરની ચાર રાઉન્ડમાં ૩-૬, ૭-૫, ૭-૬ અને ૭-૬થી હાર થઇ હતી. રોજર ફેડરરની હાર થતાં ચાહકોમાં નિરાશા ફેલાઈ ગઈ હતી. આવું બીજી વખત બન્યું છે જ્યારે યુએસ ઓપનમાં ૧૪ વખત ભાગ લઇ ચુકેલા રોજર ફેડરરને ક્વાર્ટર ફાઈનલમાં પહોંચતા પહેલા હારનો સામનો કરવો પડ્યો છે. આની સાથે જ જોકોવિક સામે ફેડરરની મેચ થશે તેમ માની રહેલા લોકોની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. હવે મિલમૈન સામે જોકોવિક ટકરાશે.  આ વખતની સ્પર્ધા ખુબ જ રોમાંચક દેખાઈ રહી છે. સિંગલ્સ ચેમ્પિયન બનનાર ખેલાડીને ૩.૮ મિલિયન ડોલરની ઇનામી રકમ આપવામાં આવશે જ્યારે સિંગલ્સ ફાઈનાલિસ્ટને ૧૮૫૦૦૦૦ ડોલરની રકમ આપવામાં આવનાર છે. સેમિફાઇનલ અને ક્વાર્ટર ફાઈનલમાં વિજેતા બનનારને પણ જંગી રકમ ચુકવવામાં આવનાર છે. સ્પેનના રાફેલ નડાલ સામે આ વખતે મોટા પડકાર રહેલા છે. રાફેલ નડાલ સામે આ વખતે પુરુષોની સિંગલ્સ ફાઈનલ પહેલા નોવાક જોકોવિક અને રોજર ફેડરર પડકાર ફેંકી શકે છે.

Previous articleકેટલીક વધુ યાદગાર ફિલ્મ કરવા રવિના ટંડન ઉત્સુક છે
Next articleરવિ શાસ્ત્રી અને અભિનેત્રી નિમરત કૌર વચ્ચે ઈલુ-ઈલુ?