રવિ શાસ્ત્રી અને અભિનેત્રી નિમરત કૌર વચ્ચે ઈલુ-ઈલુ?

0
662

બોલિવુડ સેલેબ્સ અને ક્રિકેટ જગતના સ્ટાર્સની વચ્ચે હંમેશા ઉંડો સંબંધ રહ્યો છે. કયારેય આ સંબંધ ગોસિપથી આગળ પહોંચ્યા નથી તો કયારેક સંબંધો તેમના મુકામ પર પહોંચી ગયા છે. એવા કેટલાંય કપલ છે જેમણે લગ્ન કર્યા. હવે બોલિવુડ અને ક્રિકેટ સાથે જોડાયેલ એક દિલચસ્પ પ્રેમ કહાની સામે આવી રહી છે. રિપોર્ટસનું માનીએ તો ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી એક બોલિવુડ હીરોઇનની સાથે રિલેશનશીપમાં છે.

આ હીરોઇન બીજું કોઇ નહીં પરંતુ ઇરફાનની સાથે ‘લંચ બોકસ’ અને અક્ષય કુમારની સાથે ‘એરલિફ્ટ’ જેવી ફિલ્મ કરનાર નિમરત કૌર છે. એક રિપોર્ટ પ્રમાણે ૩૬ વર્ષની નિમરત કૌર રવિ શાસ્ત્રીની સાથે બે વર્ષથી રિલેશનમાં છે. આમ તો બંનેએ પોતાના રિલેશનશીપ અંગે કોઇને કાનો કાન ખબર સુદ્ધાં પડવા દીધી નથી.

પ્રશ્ન એ થઇ રહ્યો છે કે કંઇ રીતે આ બંને સ્ટાર એકબીજાને મળ્યા? એ સરળતાથી યાદ પણ નથી આવી રહ્યું કે કયારે આ બંને સ્ટાર સાથો સાથ દેખાયા. રિપોટ્‌ર્સના મતે આ સ્ટાર્સની મુલાકાત ૨૦૧૫માં જર્મન લકઝરી કારના લોન્ચિંગ દરમ્યાન થઇ હતી. કહેવાય છે કે આ ઇવેન્ટમાં બંનેની મુલાકાત પ્રેમ કહાનીમાં ફેરવાય ગઇ.

શાસ્ત્રીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલના દિવસોમાં ઇંગલેન્ડમાં ઇન્ડિયન ટીમની સાથે પ્રવાસ પર છે. નિમરતના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલ તે એક વેબ સીરીઝનું શુટિંગ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here