સાબરકાંઠાના પોલીસ દમનનો પડઘો ઊંઝામાં પડ્‌યો, અનોખી રીતે કરાયો વિરોધ

2194

સાબરકાંઠામા ઉમિયા માતાજીના રથને અટકાવવાના વિરોધને લઈને આજે ઊંઝા બંધનું એલાન આપ્યું છે. સાબરકાંઠામાં પાટીદારો દ્વારા ઉમિયા માતાજીના રથને લઈ જવા દરમિયાન પોલીસે રથને અટકાવી કાર્યવાહી કરી હતી. જેના વિરોધમાં આજે ઊંઝાના પાટીદારોએ બંધનું એલાન જાહેર કર્યું હતું. અને ઊંઝાના વેપારીઓએ પોતાના વેપાર ધંધા અને દુકાનો સદંતર બંધ કરી બપોરે ૧૨ વાગ્યા બાદ સજ્જડ બંધ આપ્યું હતું. અને હિંમતનગરમાં ઉમિયા માતાજીના રથને અટકાવવાનો વિરોધ નોંધાવ્યો હતો.

આ બાબતને લઇને ગઈ કાલે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા પણ સરકારને ચીમકી આપી હતી અને આ બાબતને ગંભીરતાથી લઇને સરકાર દોષિત અધિકારીઓ સામે પગલાં લે જેવી માંગણી કરવામાં આવી હતી, તો બીજુ બાજુ ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને પોતે એક ધારાસભ્ય તરીકે નહી પણ ઉમિયા માતાજી સંસ્થાનના એક કારોબારી સભ્ય તરીકે પોલીસ દ્વારા ઉમીયા માતાજીના રથને ડીટેન કરી અપમાન કરવામાં આવ્યું હતું. માં ઉમિયા અમારી કુળદેવી છે જેનું અમે ક્યારે અપમાન સહન કરી શકીએ નહી તેવું નિવેદન આપ્યું હતું.

આ સમ્રગ મામલે ઊંઝાના પાટીદારોમાં રોષની લાગણી જોવા મળી હતી, અને સરકારને ચેતવણી આપી હતી કે, સાબરકાંઠા જે થયું એ સરકારે આદેશ આપ્યો હોય તો સરકાર પણ નોંધી લે. પાટીદાર અને ધાર્મિક લોકોની મદદથી તમે સરકાર બનાવી શક્યા છો તો સરકાર નોંધી લે કે પોલીસ ક્યારે કદી આવી ભૂલ ફરી ન કરે. આવા આદેશો સરકાર પોલીસને આપે અને દોષિતો સામે સરકાર યોગ્ય પગલાં ભરે.

Previous articleગાંધીનગરમાં સેક્ટર ૧૯ ખાતે ટેરોટ કાર્ડ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Next articleહાર્દિકનું આંદોલન કોંગ્રેસ પ્રેરિત અને રાજકીય છે : સૌરભ પટેલ