RBI દ્વારા દશકમાં પ્રથમ વાર સોનાની ખરીદી કરતા નવી ચર્ચા

0
603

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પ્રથમ વખત ગોલ્ડ ખરીદવાનો નિર્ણય કર્યા બાદ ગોલ્ડની ખરીદી કરી છે. છેલ્લા એક દશકમાં પ્રથમ વખત ગોલ્ડની ખરીદી કરવામાં આવી છે. તેના આ પગલાને ખુબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. વેલ્યુ સ્ટોર તરીકે ગોલ્ડની ડિમાન્ડ ખુબ વધારે હોવાના સંકેત દેખાઈ રહ્યા છે. જેના પરિણામ સ્વરુપે વ્યાજદરમાં વધારો થવાની સ્થિતિમાં ફિસ્ક્ડ ઇન્કમબોન્ડથી મળનાર રિટર્ન અને તેના કેપિટલ વેલ્યુમાં ઘટાડો થઇ રહ્યો છે. આરબીઆઈએ ૩૦મી જૂનના દિવસે પૂર્ણ થયેલા નાણાંકીય વર્ષ  ૨૦૧૭-૧૮ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન પોતાના ગોલ્ડ સ્ટોક હોલ્ડિંગમાં ૮.૪૬ ટનનો વધારો કરી લીધો છે.

તેના હાલના વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, આમાથી આરબીઆઈનો ગોલ્ડ રિઝર્વનો જથ્થો વધીને ૫૬૬.૨૩ ટન સુધી પહોંચી ગયો છે. આરબીઆઈએ પોતાના રિઝર્વને વધુ મજબૂત કરવા આ પહેલા નવેમ્બર ૨૦૦૯માં આઈએમએફ પાસેથી ૨૦૦ ટન સોનાની ખરીદી કરી હતી. છેલ્લા નવ વર્ષના ગાળા દરમિયાન આરબીઆઈના રિઝર્વ પૈકી ગોલ્ડ સ્ટોક ૧.૭૯ કરોડ ટ્રોય ઓન્સ પર સ્થિત રહ્યો હતો. આઈએનએફની પાસે જમા કરવામાં આવેલા ડેટા મુજબ આરબીઆઈએ ડિસેમ્બર ૨૦૧૭ બાદથી ગોલ્ડ સ્ટોકમાં ફરીએકવાર વધારો કરવાની શરૂઆત કરી છે. ૩૦મી જૂનના દિવસે આરબીઆઈ પાસે૧.૮૨૦ કરોડ ટ્રોય ઓન્સ થવા તો ૫૬૬.૨૩ ટન સોનાનો જથ્થો હતો જે નવેમ્બર ૨૦૧૭માં ૧.૭૯ ટ્રોય ઓન્સની સપાટી ઉપર હતો. સોનું વેચી દેવા માટે આરબીઆઈનો નિર્ણય મહત્વપૂર્ણ રહેલો છે. એક્સિસ બેંકના જાણકાર લોકોનું કહેવું છે કે, આરબીઆઈ દ્વારા ફોરેક્સ રિઝર્વમાં ગોલ્ડ એડ કરવાનો મુખ્ય ઉદ્દેશ્ય ૨૦૧૭ દરમિયાન ફોરેક્સ રિઝર્વમાં થયેલા વધારા અને માર્કેટ ઉથલપાથલમાં વધારા અને અમેરિકામાં પોલિસી રેટમાં થઇ રહેલા વધારા સહિતના ગ્લોબલ રિસ્કને રજૂ કરે છે. બોન્ડની યિલ્ડમાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. આઈએમએફના ડેટા મુજબ ૩૦મી જૂનના દિવસે આરબીઆઈની પાસે ૪૦૫ અબજ ડોલરનો રિઝર્વ જથ્થો હતો. જે આરબીઆઈની પાસે ૪૦૫ અબજ જુદા જુદા હેતુસર રાખવામાં આવે છે. ૨૪૫ અબજ ડોલરના બોન્ડ અને સિક્યુરિટી તરીકે આને જોવામાં આવે છે. આરબીઆઈએ પોતાના રિઝર્વમાં ગોલ્ડને સામેલ કરીને તેના ડાયવર્સીફાઇ કરવાને યોગ્ય પગલું ગણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here