ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણીમાં કોંગ્રેસના ધરણા

1386

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિત દ્વારા આજરોજ ધરણા વિરોધ પ્રદર્શન સેકટર – ૬ સત્યાગ્રહ છાવણી ખાતે યોજાયો હતો. ત્યારે રાષ્ટ્રીય કોંગ્રેસના રાજીવ સાતવજીથી લઈને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, વિરોધ પક્ષની નેતા પરેશ ધાનાણી, લાલજીભાઈ દેસાઈ, ધારાસભ્ય (વિરમગામ), લાખાભાઈ ભરવાડ, ડો. સી. જે. ચાવડા, સુરેશ પટેલ, પ્રદેશ પ્રવકતા હિમાંશુ પટેલ, નિશીત વ્યાસ, ગાંધીનગર જિલ્લા પ્રમુખ સૂર્યસિંહ ડાભી, ધારાસભ્ય બળદેવજી ઠાકોર, શહેર પ્રમુખ કૌશિક શાહ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે આ પ્રસંગે ભાજપ સરકાર સામે હાર્દિક દ્વારા કરેલ ઉપવાસ આંદોલનથી લઈને ખેડૂતોના દેવા બાબતે કોંગ્રેસ દ્વારા ચાબખા માર્યા હતા.

Previous articleસેન્ટ્રલ ઇન્સ્ટીટ્યુટ ઓફ બ્રેકીશ વોટર એક્વા કલ્ચર અને મત્સ્યોદ્યોગ વિભાગના એમ.ઓ.યુ. સંપન્ન
Next articleશિક્ષક દિન નિમિત્તે ગુજરાતના રાજયપાલ તેમજ મુખ્યમંત્રીએ શિક્ષક કલ્યાણ નિધિમાં ફાળો આપ્યો